આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

રાજયમાં અકસ્માતો દિવસેને દિવસે વધતા હય તેમ લાગી રહયુ છે. ગત મોડી રાત્રે બનાસકાંઠાના કુચવાડા પાસે એક અકસ્માતમાં ૪ લોકોના કરૂણ મોત થતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બનાસકાંઠાના કુચવાડા ગામે રાજસ્થાન પાર્સિંગનુ઼ RJ 01 GB 7404 નંબરના ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો.

મળતી માહિતિ મુજબ મૃતક ઠાકોર પરિવાર મૂળે બનાસકાંઠાના દાંતીવાડાનો હતો અને તેઓ અમદાવાદ રહેતા હતા. આ અકસ્માતમાં મહેશ ઠાકોર,સના ઠાકોર, રાજુજી ઠાકોર સહિત 4 લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી જતા લાશો બહાર કાઢવામાં આવી હતી.

23 Oct 2020, 11:31 AM (GMT)

COVID-19 Global Stats

42,083,997 Total Cases
1,144,239 Death Cases
31,226,418 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code