આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2019 યોજાવાની હોવાથી 3- પાટણ લોકસભાની સામાન્ય ચુંટણી દરમિયાન ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે કમિટીઓ બનાવવામાં આવેલ છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓના ખર્ચ ઉપર નિયંત્રણ અને દેખરેખ રાખવા માટે ફલાઇંગ સ્કોડ, સ્ટેટેસ્ટીકલ સર્વેલન્સ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટીઓમાં નિયુક્ત કરાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.

પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવાએ પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ખર્ચ અંગેની કાયદાકીય જોગવાઇઓ, નિયમોની જાણકારી આપી હતી. ખર્ચનું મોનીટરીંગ કરી કાયદેસરનો ખર્ચ યોગ્ય રીતે રજુ થાય તે અંગે જાણકારી આપી હતી. ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ અને નિર્ભીક રીતે યોજી શકાય તે માટે અધિકારીઓને કટીબધ્ધ રહેવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે ચૂંટણી પ્રક્રિયાને સાંગોપાંગ સફળ બનાવવા માટે જરૂરી તમામ કામગીરી બિનચૂક, સમયસર અને પૂરી દક્ષતા સાથે કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું .ખર્ચની દરેક ટીમે સંકલન કરી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

નાયબ ચૂંટણી અધિકારી મુકેશ પટેલે આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચના કાયદાઓ અને નિયમોની જોગવાઇ મુજબ નિષ્પક્ષ અને કાળજીપૂર્વક કામગીરી કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દિનેશ પરમાર, પ્રાંત અધિકારી ડી.બી.ટાંક, રીટાબેન પંડયા, જે.એન.તુવર ખર્ચ અંગેની કમિટીઓના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code