સંક્રમણ@થરાદ: કેદીને લીધે પોલીસને કોરોના, બીજો કેદી પણ પોઝીટીવ આવ્યો

અટલ સમાચાર, થરાદ બનાસકાંઠા જિલ્લામાં સવારે ત્રણ કેસ પોઝીટીવ આવ્યા બાદ સાંજે વધુ બે આવ્યા છે. થરાદ જેલનાં કેદીને લીધે પોલીસ કોન્સ્ટેબલને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આ બાજુ વડગામ તાલુકાના કેદીને પણ કોરોના પોઝીટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. એક જ દિવસમાં 5 કેસ દાખલ થતાં જિલ્લા તંત્રએ કડક લોકડાઉન શરૂ કરવા મંથન
 
સંક્રમણ@થરાદ: કેદીને લીધે પોલીસને કોરોના, બીજો કેદી પણ પોઝીટીવ આવ્યો

અટલ સમાચાર, થરાદ

બનાસકાંઠા જિલ્લામાં સવારે ત્રણ કેસ પોઝીટીવ આવ્યા બાદ સાંજે વધુ બે આવ્યા છે. થરાદ જેલનાં કેદીને લીધે પોલીસ કોન્સ્ટેબલને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આ બાજુ વડગામ તાલુકાના કેદીને પણ કોરોના પોઝીટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. એક જ દિવસમાં 5 કેસ દાખલ થતાં જિલ્લા તંત્રએ કડક લોકડાઉન શરૂ કરવા મંથન કર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાની થરાદ જેલનાં કેદી કાળુ પરમારને કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેનો ચેપ જેલનાં કોન્સ્ટેબલ અશોકભાઈને લાગ્યો હોઇ દોડધામ મચી ગઇ છે. કેદીને કારણે અન્ય કેદી અને પોલીસ કર્મચારી સહિત અનેક શંકાસ્પદ બન્યા છે. આ તરફ વડગામ તાલુકાનો વધુ એક કેદી કોરોના વાયરસનો દર્દી બન્યો છે. સોમવારે ડીસા, થરાદ અને વડગામ તાલુકામાં કેસો આવતાં સંક્રમણ ચિંતાજનક બન્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના કોરોના દર્દીઓ સંક્રમણનો શિકાર બન્યા છે. આ સાથે અત્યાર સુધીના કુલ 43 પૈકી મોટાભાગના દર્દીઓને લક્ષણો પણ નહોતા. આવી સ્થિતિમાં ચેપની ચેનલ તોડવી અત્યંત મહત્વની બની છે. અગાઉ એક જ દિવસમાં 7 અને આજે 5 દર્દી આવતાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય આલમમાં ચકચાર મચી ગઇ છે.

ધાનેરામાં ધ્યાન આપવું જરૂરી હોવાની ચર્ચા

ધાનેરા શહેર અને તાલુકામાં અત્યાર સુધી એકપણ કોરોના પોઝીટીવ ન હોવાથી ખૂબ સારી વાત છે. જોકે સુરત તેમજ અમદાવાદથી મોટી સંખ્યામા આવેલા થકી સ્થિતિ ચિંતાજનક હોઇ કાળજી રાખવી મહત્વની બની છે. ધાનેરાના સ્થાનિકો બહારથી આવતાં લોકોને તાત્કાલિક હોમ ક્વોરોન્ટાઈન કરવા તેમજ દૈનિક આરોગ્ય ચકાસણી થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.