ટ્રેપ@હિંમતનગર: વચેટીયા મારફત લાંચ લેતા LCBનો કોન્સ્ટેબલ ઝડપાયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા એલસીબીના કોન્સ્ટેબલ 20,000ની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. દારૂની હેરાફેરી મામલે ફરીયાદી સામે કેસ નહિ કરવા એક લાખની લાંચ માંગી હતી. જે પૈકી પ્રથમ 60,000 લઇ લીધા બાદ બાકીના તબક્કાવાર આપવા જતાં કોન્સ્ટેબલ વતી વચેટીયાઓને 20,000ની લાંચ સ્વિકારતા એસીબીએ ઝડપી લીધા છે. કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારી બબ્બે
 
ટ્રેપ@હિંમતનગર: વચેટીયા મારફત લાંચ લેતા LCBનો કોન્સ્ટેબલ ઝડપાયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા એલસીબીના કોન્સ્ટેબલ 20,000ની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. દારૂની હેરાફેરી મામલે ફરીયાદી સામે કેસ નહિ કરવા એક લાખની લાંચ માંગી હતી. જે પૈકી પ્રથમ 60,000 લઇ લીધા બાદ બાકીના તબક્કાવાર આપવા જતાં કોન્સ્ટેબલ વતી વચેટીયાઓને 20,000ની લાંચ સ્વિકારતા એસીબીએ ઝડપી લીધા છે. કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારી બબ્બે વચેટીયા રાખી એક લાખની લાંચ લેતા હોવાનો કીસ્સો વર્ષની શરૂઆતમાં જ સામે આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સાબરકાંઠા જીલ્લા એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ભીખુસિંહ રહેવરે ગત 29 ડીસેમ્બરે વિદેશી દારૂની હેરાફેરીનો કેસ પકડ્યો હતો. આ દરમ્યાન દારૂનો કેસ નહિ કરવા 1,00,000ની લાંચ માંગી હતી. જે પૈકીના 60,000 એ જ દિવસે લઇ લીધા જ્યારે બાકીના 40,000 લેવા માટે કોન્સ્ટેબલે નાગેન્દ્રસિંહ વિક્રમસિંહ કુંપાવત અને યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જોધા નામના બે વચેટીયાને યુવકના ઘરે મોકલ્યા હતા. જેમાં યુવક લાંચની રકમ આપવા ઇચ્છુક ન હોવાથી અમદાવાદ એસીબીને જાણ કરી હતી.

ટ્રેપ@હિંમતનગર: વચેટીયા મારફત લાંચ લેતા LCBનો કોન્સ્ટેબલ ઝડપાયો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ફરીયાદીએ ઇન્ટેવિન્ગ, એસીબી, ફીલ્ડ-3, અમદાવાદનો સંપર્ક કર્યા બાદ લાંચનું છટકું ગોઠવાયુ હતુ. જેથી એસીબીના મદદનિશ નિયામકના માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં વર્ષ 2020ના પ્રથમ દિવસે આરોપી કોન્સ્ટેબલના કહેવાથી લાંચની બાકી રહેલી રકમ 40,000 પૈકી 20,000 લેવા વચેટીયા નાગેન્દ્રસિંહ વિક્રમસિંહ કુંપાવત અને યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જોધા પહોંચ્યા હતા. આ દરમ્યાન એસીબીએ બંને વચેટીયાને જવાનગઢ,ગાંભોઇ ખાતે કોન્સ્ટેબલ વતી લાંચની રકમ સ્વિકારતા રંગેહાથે ઝડપી લીધા હતા.