અંબાજી નજીક બસ અકસ્માતમાં ઘાયલ થયેલ મુસાફરોની કલેક્ટરએ મુલાકાત લીધી
અટલ સમાચાર, બનાસકાંઠા અંબાજી દાંતા રોડ પર ત્રિશુળીયા ઘાટ પર અંબાજી-ભાભર બસની બ્રેક ફેઈલ થતાં અકસ્માત થયો હતો. બસ ડ્રાયવરની સમયસુચકતાને લાધે મુસાફરોને સામાન્ય ઈજાઓ જ થઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પૈકી આઠ મુસાફરોને પાલનપુર ખાતે સીવીલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેને થતાં તુરંત જ તેઓ
Apr 20, 2019, 12:10 IST

અટલ સમાચાર, બનાસકાંઠા
અંબાજી દાંતા રોડ પર ત્રિશુળીયા ઘાટ પર અંબાજી-ભાભર બસની બ્રેક ફેઈલ થતાં અકસ્માત થયો હતો. બસ ડ્રાયવરની સમયસુચકતાને લાધે મુસાફરોને સામાન્ય ઈજાઓ જ થઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પૈકી આઠ મુસાફરોને પાલનપુર ખાતે સીવીલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેને થતાં તુરંત જ તેઓ સીવીલ હોસ્પિટલ, પાલનપુર પહોંચી ઘાયલ મુસાફરોને મળી તેમના ખબાર અંતર પૂછ્યા હતાં. કલેક્ટરએ સીવીલ હોસ્પિટલમાં ડૉક્ટરોને જણાવ્યું કે ઘાયલ મુસાફરોને સારી સારવાર આપી કાળજી લેવામાં આવે. સારવાર આપ્યા બાદ ઘણા મુંસાફરોને સીવીલ હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.