સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા યાત્રીકોને પોતાનું બજેટ વધારવું પડશે

અટલ સમાચાર, ડેસ્ક થોડા મહિના પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદી દ્વારા લોકોર્પણ કરવામાં આવેલા દુનિયાના સૌથી વિશાળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લાખો લોકોએ અત્યારસુધીમાં મુલાકાત લઇ લાધી છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો ત્યાં જવાની ઇચ્છા ધરાવતા હશે, જો તમે હજુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે ન ગયા હોય, તો વહેલી તકે મુલાકાત ગોઠવી દેજો, નહિતર તમારા ખર્ચામાં
 
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા યાત્રીકોને પોતાનું બજેટ વધારવું પડશે

અટલ સમાચાર, ડેસ્ક

થોડા મહિના પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદી દ્વારા લોકોર્પણ કરવામાં આવેલા દુનિયાના સૌથી વિશાળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લાખો લોકોએ અત્યારસુધીમાં મુલાકાત લઇ લાધી છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો ત્યાં જવાની ઇચ્છા ધરાવતા હશે, જો તમે હજુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે ન ગયા હોય, તો વહેલી તકે મુલાકાત ગોઠવી દેજો, નહિતર તમારા ખર્ચામાં વધારો થશે એ પાક્કું છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ટોલનાકું બનાવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જનારા પ્રવાસીને હવે ટોલ ટેક્સ પણ ચૂકવવો પડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નજીક આવેલા ભાદરવા ગામ પાસે 6 મહિનાની અંદર ટોલનાકું ચાલુ થઇ જાય તેવી શક્યતા છે. ટોલનાકું ચાલું થયા બાદ કાર પાસે 105 રૂપિયા, બસ અને ટ્રક પાસે 205 રૂપિયા અને હેવી વ્હીકલ પાસે 260 રૂપિયા ટોલ ઉઑઘરાવાય તેવી સંભાવના છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટ સિવાય હવે તમારે ટોલ ટેક્સના પૈસાના લીધે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસનો બજેટ વધારવું પડશે. રિપોર્ટ મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ફોર લેન રોડ બનાવવામાં આવ્યો છે, જેને બનાવવામાં અંદાજિત 450 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એટલે ટોલ પ્લાઝા બનાવીને લોકો પાસેથી આ રૂપિયા વસૂલ કરવામાં આવશે.