આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ 3-ડી પ્રિન્ટિંગ સ્પર્ધામાં ધો. 5 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષય ઉપર 3-ડી પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મહેસાણાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી શુભ ચૌધરી (ધો. 5), હર્ષપ્રિતસિંહ બગ્ગા (ધો. 6), શશાંક લઠ (ધો. 7), જ્વલ પટેલ (ધો. 8) એ 3-ડી પ્રિન્ટીંગ સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું નેતૃત્વ કર્યું હતું. જેમાં ધો.7 ના વિદ્યાર્થી શશાંક લઠએ 3-ડી પ્રિન્ટિંગ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. શશાંકે મોઢેરા સૂર્ય મંદિરમાં ઉજવતા ઉત્તરાર્ધ મહોત્સવનું આબેહૂબ 3-ડી પ્રિન્ટ તૈયાર કરી મહેસાણા તથા ગુજરાતના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કર્યો હતો. શાળાના પ્રિ.ડૉ.સંદિપ લઠ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓને 3-ડી પ્રિન્ટરએ ભવિષ્ય માટેનું મહત્વનું ઉપકરણ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code