આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,પાટણ

ઉત્તર ગુજરાતમાં અકસ્માતો રોકાવાનું નામ લેતા નથી ત્યાં બુધવારે સાંજના સમયે પાટણના ઉંઝા હાઇવે પર એક અકસ્માત સર્જાયો હતો. પાટણ-ઉંઝા હાઇવે પર ક્રિષ્ણા સ્કુલ ઓફ સાયન્સની સ્કુલબસ, રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સ્કુલબસના વિધાર્થીઓને ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

વિગત અનુસાર બુધવારે સાંજના સમયે પાટણ-ઉંઝા હાઇવે પર ક્રિષ્ણા સ્કુલ ઓફ સાયન્સની સ્કુલબસ, રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કુલબસમાં સવાર વિધાર્થીઓને સામાન્ય ઇજા થઇ હોવાના કારણે તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખસેડાયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code