મુશ્કેલી@અરવલ્લી: લોકડાઉનમાં ખરીદ કેન્દ્રો ઉપર બારદાનની અછત, ખેડૂતો ચિંતિત

અટલ સમાચાર, મોડાસા કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે અરવલ્લીના ખેડૂતો માટે નવી મુશ્કેલી સામે આવી છે. ટીંટોઇ ખરીદ કેન્દ્ર ખાતે બારદાનનો જથ્થો ખુટી પડતાં આજથી ખરીદી બંધ કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. આ સાથે મોડાસાના લીંભાઇ ખરીદ કેન્દ્ર ખાતે પણ બારદાનનો જથ્થો માત્ર એકાદ-બે દિવસ ચાલે તેટલો જ હોવાનું સામે આવ્યુ છે. જે ને લઇ
 
મુશ્કેલી@અરવલ્લી: લોકડાઉનમાં ખરીદ કેન્દ્રો ઉપર બારદાનની અછત, ખેડૂતો ચિંતિત

અટલ સમાચાર, મોડાસા

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે અરવલ્લીના ખેડૂતો માટે નવી મુશ્કેલી સામે આવી છે. ટીંટોઇ ખરીદ કેન્દ્ર ખાતે બારદાનનો જથ્થો ખુટી પડતાં આજથી ખરીદી બંધ કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. આ સાથે મોડાસાના લીંભાઇ ખરીદ કેન્દ્ર ખાતે પણ બારદાનનો જથ્થો માત્ર એકાદ-બે દિવસ ચાલે તેટલો જ હોવાનું સામે આવ્યુ છે. જે ને લઇ આગામી દિવસમાં તંત્ર દ્રારા ખરીદ કેન્દ્રો ઉપર બારદાનનો જથ્થો પહોંચાડવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઘઉંની ખરીદી બંધ થઇ શકે તેવી નોબત ઉભી થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો ઉપર બારદાનની અછત ઉભી થઇ હોવાનું સામે આવ્યુ છે. જીલ્લાના ટીંટોઇ ખરીદ કેન્દ્ર ઉપર આજથી બારદાનના અભાવે ખરીદી બંધ કરવામાં આવી છે. અરવલ્લી જીલ્લામાં ઘઉંને ટેકાના ભાવે વેચવા માટે જીલ્લામાં 4384 ખેડૂતોએ નોધણી કરાવી છે ત્યારે નોધણી બાદ અત્યાર સુધીમાં જીલ્લામાં આઠ કેન્દ્રો ઉપર 186 ખેડૂતોએ 7040 ક્વિન્ટલ ઘઉં વેચ્યા છે. આ કેન્દ્રો પૈકીનાં ટીંટોઈ કેન્દ્ર ખાતે 250 ખેડૂતોએ નોધણી કરાવી છે જેની સામે માત્ર 25 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાઈ છે તેવામાં હાલ બારદાનનો જથ્થો ખલાસ થઇ જતા આજથી ટીંટોઈ કેન્દ્ર ખાતે ખરીદી બંધ કરવામાં આવી છે.

મુશ્કેલી@અરવલ્લી: લોકડાઉનમાં ખરીદ કેન્દ્રો ઉપર બારદાનની અછત, ખેડૂતો ચિંતિત
File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મોડાસાના લીંભોઈ ખરીદ કેન્દ્ર ખાતે પણ બારદાનનો જથ્થો એકથી બે દિવસ ચાલે તેટલો હોવાનું ચિત્ર બન્યુ છે. લોકડાઉન વચ્ચે વિલંબિત ખરીદી શરૂ થઇ હોવા છતાં બારદાનની તંગી સર્જાતા ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઇ છે. આ સાથે જીલ્લાના અન્ય કેન્દ્રો ઉપર પણ આગામી એકાદ-બે દિવસમાં બારદાનની અછત સર્જાઇ શકે છે. જોકે તંત્ર દ્વારા ખરીદ કેન્દ્રો ઉપર બારદાનનો જથ્થો પહોચાડવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઘઉંની ખરીદી બંધ થઇ જાય તો નવાઈ નહિ.