મુશ્કેલી@કડી: લોકડાઉન વચ્ચે તીડના ઝુંડે દિશા બદલી, ચોંકાવનારી સ્થિતિ

અટલ સમાચાર, મહેસાણા કોરોનાના ભય વચ્ચે કડી તાલુકામાં તીડ દેખાયા હોવાનું સામે આવ્યુ છે. કડીમાં કોરોનાના કેસ આવ્યા હોવાથી ખેડૂતો અને લોકો ભય વચ્ચે પોતાના ઘરોમાં બંધ છે. આ દરમ્યાન તાલુકાના ફુલેત્રા ગામની સીમમાં તીડના ર નાના ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે. જેને લઇ કડી તાલુકાના ગ્રામસેવકોની ટીમો તીડ ભગાડવા કામે લાગી છે. અટલ
 
મુશ્કેલી@કડી: લોકડાઉન વચ્ચે તીડના ઝુંડે દિશા બદલી, ચોંકાવનારી સ્થિતિ

અટલ સમાચાર, મહેસાણા

કોરોનાના ભય વચ્ચે કડી તાલુકામાં તીડ દેખાયા હોવાનું સામે આવ્યુ છે. કડીમાં કોરોનાના કેસ આવ્યા હોવાથી ખેડૂતો અને લોકો ભય વચ્ચે પોતાના ઘરોમાં બંધ છે. આ દરમ્યાન તાલુકાના ફુલેત્રા ગામની સીમમાં તીડના ર નાના ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે. જેને લઇ કડી તાલુકાના ગ્રામસેવકોની ટીમો તીડ ભગાડવા કામે લાગી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ફુલેત્રા ગામે તીડના ઝુંડ દેખાતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. તીડના બે નાના ઝુંડ હવાના દબાણને કારણે ફુલેત્રાની સીમમાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જોકે હવે ખેડૂતોને તીડ દેખાય તો તાત્કાલિક ગ્રામસેવક, સરપંચ કે તલાટીને જાણ કરવા અપીલ કરાઇ છે. આ તીડનું ઝુંડ પાટણ-બનાસકાંઠા કે પછી સુરેન્દ્રનગર તરફથી આવ્યા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.