મુસીબત@સુઇગામ: શાળાએ જતા બાળકોને ભયંકર કીચડનો સામનો, વિકટ સ્થિતિ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સરહદી પંથક સુઇગામ તાલુકામાં શાળાએ જતા બાળકો ભયંકર કીચડનો સામનો કરતા હોવાનું બહાર આવ્યુ છે. પગ ખુંચી જાય તેવી વિકટ સ્થિતિ વચ્ચે રડકા ગામના બાળકો પ્રાથમિક શાળાએ જઇ રહ્યા છે. ચોમાસાને પગલે ખેતરોમાં સ્થળાંતર થયેલા પરિવારોના બાળકોને ચાલીને આવવામાં પણ પારાવાર મુશ્કેલી થઇ રહી છે. શાળા તરફથી પરીવહનની વ્યવસ્થા છે
 
મુસીબત@સુઇગામ: શાળાએ જતા બાળકોને ભયંકર કીચડનો સામનો, વિકટ સ્થિતિ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સરહદી પંથક સુઇગામ તાલુકામાં શાળાએ જતા બાળકો ભયંકર કીચડનો સામનો કરતા હોવાનું બહાર આવ્યુ છે. પગ ખુંચી જાય તેવી વિકટ સ્થિતિ વચ્ચે રડકા ગામના બાળકો પ્રાથમિક શાળાએ જઇ રહ્યા છે. ચોમાસાને પગલે ખેતરોમાં સ્થળાંતર થયેલા પરિવારોના બાળકોને ચાલીને આવવામાં પણ પારાવાર મુશ્કેલી થઇ રહી છે. શાળા તરફથી પરીવહનની વ્યવસ્થા છે પરંતુ ખેતરો સુધી ન આવતા હોવાની ફરીયાદ છે.

મુસીબત@સુઇગામ: શાળાએ જતા બાળકોને ભયંકર કીચડનો સામનો, વિકટ સ્થિતિ

સુઇગામ તાલુકાના રડકા ગામે વિધાર્થીઓ શાળાએ જતા હોવાના દ્રશ્યો જોતા ઝાટકો લાગી રહ્યો છે. ગામના અનેક પરિવારો કૃષિ સિઝનને પગલે ખેતરોમાં રહેવા પહોંચી ગયા છે. જે તે પરિવારના બાળકોને ખેતરેથી ગામની પ્રાથમિક શાળાએ આવતા માર્ગ ઉપર ભયંકર કીચડમાંથી પસાર થવુ પડે છે. વરસાદને પગલે માર્ગ ઉપર ચીકણી માટીનો કીચડ એટલો બધો વધી ગયો છે કે, બાળકોના પગ ખુંચી જાય તેવી બીક છે.

મુસીબત@સુઇગામ: શાળાએ જતા બાળકોને ભયંકર કીચડનો સામનો, વિકટ સ્થિતિ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શાળાઓ દ્વારા પરિવહનની સુવિધા છે પરંતુ ખેતરો સુધી વાહન નહી પહોંચતા બાળકો આકરી મુશ્કેલી વચ્ચે શાળાએ જાય છે. ખેતરથી શાળાનો માર્ગ ખાસ દુર નથી પરંતુ કીચડ બદથી બદતર હોવાથી પસાર થવુ મહા મુસીબત બન્યુ છે. ઉલ્લેખનિય છે કે, બાળકો ગારા અને કીચડ વચ્ચે પણ શિક્ષણની ભુખ રાખતા હોવાથી પંથકમાં પ્રેરણા સમાન હોવાનું મનાય છે.