મુશ્કેલી@સુઇગામ: ST બસના અભાવથી વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે અપડાઉન

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ તાલુકાના લીંબુણી ગામમાં એસ.ટી. બસના અભાવની વિધાર્થીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં અપડાઉન કરતા હોવાની તસ્વીરો સામે આવી છે. લીંબુણીના 40 થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને સવારે સુઇગામ હાઈસ્કૂલમાં જવા અને સાંજે પરત આવવા કોઈ સરકારી બસની સુવિધા ન હોઈ જાનના જોખમે ખાનગી વાહનોમાં આવ-જા કરવી પડે છે. સુઇગામ તાલુકા મથક ખાતે
 
મુશ્કેલી@સુઇગામ: ST બસના અભાવથી વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે અપડાઉન

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાના લીંબુણી ગામમાં એસ.ટી. બસના અભાવની વિધાર્થીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં અપડાઉન કરતા હોવાની તસ્વીરો સામે આવી છે. લીંબુણીના 40 થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને સવારે સુઇગામ હાઈસ્કૂલમાં જવા અને સાંજે પરત આવવા કોઈ સરકારી બસની સુવિધા ન હોઈ જાનના જોખમે ખાનગી વાહનોમાં આવ-જા કરવી પડે છે.

મુશ્કેલી@સુઇગામ: ST બસના અભાવથી વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે અપડાઉન

સુઇગામ તાલુકા મથક ખાતે આજુ બાજુ ના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે,જે પૈકીના 5 કી.મી.દૂર લીંબુણી ગામમાંથી 40 થી વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સુઇગામ માં 9થી 12 માં અભ્યાસ અર્થે આવ-જા કરે છે. પરંતુ આ વિદ્યાર્થીઓને સવારે શાળાએ જવા કે શાળા છૂટ્યા બાદ ઘરે પરત આવવા કોઈ બસ ની સુવિધા નથી. પરિણામે જે કોઈ પ્રાઇવેટ વાહનો મળે તેમાં લટકી ને કે વાહનના છાપરા પર બેસી જાનના જોખમે અભ્યાસ કરવા આવ-જા કરવી પડે છે,જેને લઈ વાલીઓ પણ ચિંતિત રહે છે.

ખાનગી વાહનોમાં મુસાફરીમાં વિદ્યાર્થીઓનો સમય પણ બરબાદ થાય છે અને જીવનું જોખમ પણ ઉઠાવવું પડતું હોઇ સવારે અને સાંજે વિદ્યાર્થીઓ સરળતાથી અપડાઉન કરી શકે તે માટે સરકારી બસની સગવડ થાય તેવી માંગ વિધાર્થીઓ કરી રહ્યા છે.

મુશ્કેલી@સુઇગામ: ST બસના અભાવથી વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે અપડાઉન

આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમારે શાળાએ જવા આવવા માટે હેરાન થવું પડે છે. ક્યારેક કોઈ વાહન ના મળે તો 5 કી.મી.ચાલતા જવું-આવવું પડે છે. જેમાં ઘણો સમય બગડે છે,ત્યારે સુઇગામથી મોરવાડા સુધી સવારે અને સાંજે સ્કૂલ સમયે બસ ચાલુ કરાય તેવી માંગણી છે.