મુશ્કેલી@વાવ: કોરોના આફત વચ્ચે ફરીથી તીડનો આતંક, રહીશોને થકવી દીધા

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) કોરોનાને લઇ લોકડાઉનની વચ્ચે ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વાવ પંથકમાં તીડના છુટાછવાયા ઝુંડ દેખાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. પહેલા તીડ આક્રમણ બાદ માંડ બેઠા થયેલા ખેડૂતોની મુશ્કેલીમાં ફરી વધારો થઇ શકે છે.તીડ આક્રમણને કારણે પંથકના ખેડૂતો રીતસરના થાકી ગયા હતા. હવે જો તીડ આક્રમણ
 
મુશ્કેલી@વાવ: કોરોના આફત વચ્ચે ફરીથી તીડનો આતંક, રહીશોને થકવી દીધા

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોનાને લઇ લોકડાઉનની વચ્ચે ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વાવ પંથકમાં તીડના છુટાછવાયા ઝુંડ દેખાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. પહેલા તીડ આક્રમણ બાદ માંડ બેઠા થયેલા ખેડૂતોની મુશ્કેલીમાં ફરી વધારો થઇ શકે છે.તીડ આક્રમણને કારણે પંથકના ખેડૂતો રીતસરના થાકી ગયા હતા. હવે જો તીડ આક્રમણ થાય તો કમોસમી વરસાદ અને લોકડાઉન વચ્ચે મહામહેતને પકવેલો પાક નષ્ટ થવાની ભિતી બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના મીઠાવીચારણ પંથકમાં તીડના ઝુંડ જોવા મળ્યા છે. કોરોનાને લઇ કન્ટેઇનમેન્ટ જાહેર કરાયેલા વિસ્તારમાં આજે તીડના છુટાછવાયા ઝુંડ દેખાયા હતા. નોંધનિય છે કે, ગત મહિનાઓએ તીડ આક્રમણને કારણે ખેડૂતોને પારાવાર નુકશાથ થયેલુ છે. જો ફરી એકવાર તીડ આક્રમણ થશે તો એક તરફ લોકડાઉન વચ્ચે પિસાયેલો ખેડૂત પાયમાલ બની શકે છે.