વળાંક@પાટણ: ભાજપના તાલુકા આગેવાનોની વરણી કલાકોમાં રદ્દ, નારાજગીમાં વચગાળાની રાહત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જીલ્લા ભાજપ દ્રારા અગાઉ મંડલના પ્રમુખ-મહામંત્રીની જાહેરાત કરાયા બાદ મોટો વળાંક આવ્યો છે. જીલ્લા પ્રમુખે ગણતરીના કલાકોમાં તમામ નિમણુંકો રદ્દ કરી હોવાનો મેસેજ મીડિયા ગ્રુપમાં કરતાં વિવાદ અને આશંકાઓનો જન્મ થયો છે. ગણતરીના કલાકો પહેલાં જીલ્લા પ્રમુખે સાંતલપુર, સરસ્વતી, સિધ્ધપુર શહેર-તાલુકાના પ્રમુખ-મહામંત્રીના નામોની જાહેરાત કરી દીધી હતી. જે બાદમાં
 
વળાંક@પાટણ: ભાજપના તાલુકા આગેવાનોની વરણી કલાકોમાં રદ્દ, નારાજગીમાં વચગાળાની રાહત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જીલ્લા ભાજપ દ્રારા અગાઉ મંડલના પ્રમુખ-મહામંત્રીની જાહેરાત કરાયા બાદ મોટો વળાંક આવ્યો છે. જીલ્લા પ્રમુખે ગણતરીના કલાકોમાં તમામ નિમણુંકો રદ્દ કરી હોવાનો મેસેજ મીડિયા ગ્રુપમાં કરતાં વિવાદ અને આશંકાઓનો જન્મ થયો છે. ગણતરીના કલાકો પહેલાં જીલ્લા પ્રમુખે સાંતલપુર, સરસ્વતી, સિધ્ધપુર શહેર-તાલુકાના પ્રમુખ-મહામંત્રીના નામોની જાહેરાત કરી દીધી હતી. જે બાદમાં અચાનક તમામ નિમણુંકો હાલ પુરતી રદ્દ કરી દેતાં પાર્ટીના કાર્યકરોમાં અનેક સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા ભાજપ પ્રમુખની વરણી બાદ તાલુકા અને શહેરના કેપ્ટન સર્વાનુમતે પસંદ કરવા દોડધામ ચાલી રહી છે. આ દરમ્યાન જીલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ 4 તાલુકા અને 1 શહેરના પ્રમુખ-મહામંત્રીની નિમણુંક કરાઇ હોવાનું વોટ્સએપ ગ્રુપમાં સામે આવ્યુ હતુ. આ પછી નામોની યાદી વાયરલ થતાં ભાજપ અને કોંગ્રેસમાં અનેક સુધી પહોંચી હતી. આ દરમ્યાન અચાનક અગમ્ય કારણોસર ગણતરીના કલાકોમાં તાલુકા પ્રમુખ અને મહામંત્રીની વરણી રદ્દ કરી દેવામાં આવી હોવાનું ફરીથી સોશિયલ મીડિયામાં આવ્યુ હતુ. આવી સ્થિતિમાં સમગ્ર ઘટનાક્રમ અનેક સવાલો ઉભો કરતો હોઇ વિવાદ હોવાની વાત સામે આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જે તાલુકાઓમાં પ્રમુખ-મહામંત્રીની પસંદગી થયા બાદ આશા રાખીને બેઠાં દિગ્ગજ કાર્યકરો મુંઝાયા હતા. આંતરિક નારાજગી ખુલીને બહાર આવે તે પહેલાં જ જીલ્લા ભાજપ પ્રમુખે તાલુકા પ્રમુખ-મહામંત્રીઓની વરણી હાલ પુરતી રદ્દ કરી છે. આવી સ્થિતિમાં આગામી દિવસોએ ભારે મનોમંથન અને બેઠકોને અંતે નવેસરથી પસંદગી થઇ શકે છે. ગણતરીના કલાકોમાં હોદ્દેદારોની વરણી રદ્દ થવાને લીધે પાટણ જીલ્લા ભાજપ આલમમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.