ટ્વિટ@દેશ: કોરોના સંક્રમણને રોકવા દેશમાં સંપૂર્ણ લોકડાઉન જરૂર: રાહુલ ગાંધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારત સરકારને સૂચન કર્યું છે. રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ કર્યું છે કે, આ સમયે કોરોના તરંગને રોકવાનો એકમાત્ર ઉપાય સંપૂર્ણ લોકડાઉન છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટિ્વટ કર્યું કે, ભારત સરકાર સમજી નથી રહી, કોરોનાને રોકવા માટે સંપૂર્ણ
 
ટ્વિટ@દેશ: કોરોના સંક્રમણને રોકવા દેશમાં સંપૂર્ણ લોકડાઉન જરૂર: રાહુલ ગાંધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારત સરકારને સૂચન કર્યું છે. રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ કર્યું છે કે, આ સમયે કોરોના તરંગને રોકવાનો એકમાત્ર ઉપાય સંપૂર્ણ લોકડાઉન છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું કે, ભારત સરકાર સમજી નથી રહી, કોરોનાને રોકવા માટે સંપૂર્ણ લોકડાઉન એ એક માત્ર રસ્તો છે. પરંતુ સમાજના કેટલાક વર્ગને ન્યાય યોજનાનો લાભ આપવા સાથે ભારત સરકાર એક્શન ન લેતા આ સમયે નિર્દોષ લોકોને મારી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાહુલ ગાંધીએ અત્યાર સુધી લોકડાઉનના વિરોધમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા આવ્યા છે. ગયા વર્ષે પણ જ્યારે ભારત સરકારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યું હતું ત્યારે રાહુલ ગાંધીએ તેની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ ઘણી વાર કહ્યું છે કે, લોકડાઉન ફક્ત કોરોનાની ગતિ રોકે છે, તેને દૂર કરતું નથી. જોકે, આ વખતે રાહુલ પોતે સંપૂર્ણ લોકડાઉન લાદવાની વાત કરી રહ્યા છે.