ટ્વિટ: દિલ્હીમાં FRI બાદ પણ નથી ડરી ગ્રેટા થનબર્ગ, કહ્યું હું આજે પણ ખેડૂતોની સાથે
અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
જળવાયુ પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે દિલ્હી પોલીસની એફઆઈઆર બાદ એકવાર ફરી કિસાન આંદોલનનું સમર્થન કર્યુ છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, હું હજુ પણ કિસાનોની સાથે છું અને તેના શાંતિપૂર્વક વિરોધનું સમર્થન કરુ છું. નફરત, ધમકી કે માનવાધિકારોના ઉલ્લંઘન તેને બદલી શકે નહીં.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
દિલ્હી પોલીસે ગુરૂવારે ગ્રેટા થનબર્ગ પર ગુનાહિત કાવતરું અને સામાજિક શાંતિ બગાડવાનો આરોપ લગાવતા એફઆઈઆર ગાખલ કરી હતી. ડનની રહેનારી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના ભડકાઉ ટ્વીટને લઈને દિલ્હી પોલીસે તેના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. ગ્રેટા વિરૂદ્ધ કલમ-153 A, 120 B હેઠળ એફઆઈઆર નોંધી છે.
ગ્રેટા થનબર્ગે મંગળવારે ટ્વીટ કર્યું હતું કે, અમે ભારતમાં કિસાનોના આંદોલન પ્રત્યે એક છીએ. તેણે આ સાથે સીએનએનના એક સમાચારને ટેગ કર્યા જેનું શીર્ષક હતું, ‘પ્રદર્શનકારી કિસાનો અને પોલીસમાં ઘર્ષણ વચ્ચે ભારતે નવી દિલ્હી આસપાસ ઇન્ટરનેટ સેવા બંધ કરી.’ એટલું જ નહીં એક અન્ય ટ્વીટમાં તેણે કિસાન આંદોલનને લઈને એક કથિત દસ્તાવેજ પણ શેર કર્યા, જેમાં આંદોલનના સમર્થનનું પ્લાનિંગ લખેલું હતું.
કોણ છે ગ્રેટા થનબર્ગ ?
ગ્રેટા થનબર્ગને જળવાયુ સંકટ વિરૂદ્ધ લડાઈમાં સૌથી અગ્રણી વક્તાના રૂપમાં ઓળખવામાં આવે છે. તેણે ઘણીવાર પોતાના ભાષણથી લોકોના દિલ જીત્યા છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેની ટ્વિટર વોર પણ ખુબ ચર્ચામાં રહી હતી. ડિસેમ્બર 2020માં સ્વીડનની આ 16 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટને પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને 2019ની પર્સન ઓફ ધ યર પસંદ કરી હતી.