મહેસાણા જિલ્લામાં બે અકસ્માતમાં બેના મોત

અટલ સમાચાર, મહેસાણા ઐઠોરના યુવાનનું ટ્રકની ટક્કરે મોત વિસનગર તાલુકા મથકમાં ટ્રકની ટક્કરે એક બાઈક ચાલકનું મોત નિપજવાની ફરિયાદ નોંધાઈ છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ પટેલ નવજાત ગોપાલભાઈ રહે.ઐઠોર પોતાના બાઈક પર નોકરીએ જઈ રહ્યાહતા. આ દરમિયાન ઊંઝા-વિસનગર રોડ પર વાલમ ગામ નજીક એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવીંગ કરી પાછળથી ટક્કર મારી હતી. જેમાં
 
મહેસાણા જિલ્લામાં બે અકસ્માતમાં બેના મોત

અટલ સમાચાર, મહેસાણા

ઐઠોરના યુવાનનું ટ્રકની ટક્કરે મોત

વિસનગર તાલુકા મથકમાં ટ્રકની ટક્કરે એક બાઈક ચાલકનું મોત નિપજવાની ફરિયાદ નોંધાઈ છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ પટેલ નવજાત ગોપાલભાઈ રહે.ઐઠોર પોતાના બાઈક પર નોકરીએ જઈ રહ્યાહતા. આ દરમિયાન ઊંઝા-વિસનગર રોડ પર વાલમ ગામ નજીક એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવીંગ કરી પાછળથી ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે વિસનગર પોલીસ મથકમાં મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. જે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

407ના ચાલકે આધેડ વયના રાહદારીને કચડ્યા

વિજાપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ આધારે વિજાપુર પીલવાઈ રોડ ઉપર સોમાજી નેનાજી ઠાકોર ઉ.વ.55 રહે.મેદરાપુરા-કોટડીવાળા ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન વિજાપુર બાજુથઈ એક 407ના ચાલકે પુરઝડપે આવી ટક્કર મારી હતી. જેથી રાહદારીનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. આ અંગેનો ગુનો નોંધી પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટનાર ચાલકને પકડવાના ચક્રો હાથ ધર્યા છે.