સુરક્ષાદળોને આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશનમાં વધુ 2 આતંકીને સેનાએ ઉડાવ્યા

અટલ સમાચાર, ડેસ્ક અવાર નવાર આતંકીનો ત્રાસ વધી ગયો છે. તો ફરિ એકવાર આતંકીઓ અને સુરક્ષાદળ આમને સમાને જેમાં 2 આતંકીને ઠાર કર્યા અને તેમના પાસેથી હથીયારો મળી આવ્યા હતા. જેમાં આજ સવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોને ફરી એકવાર મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારની આ ઘટના છે. જ્યાં બંને આતંકીઓ પાસેથી
 
સુરક્ષાદળોને આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશનમાં વધુ 2 આતંકીને સેનાએ ઉડાવ્યા

અટલ સમાચાર, ડેસ્ક

અવાર નવાર આતંકીનો ત્રાસ વધી ગયો છે. તો ફરિ એકવાર આતંકીઓ અને સુરક્ષાદળ આમને સમાને જેમાં 2 આતંકીને ઠાર કર્યા અને તેમના પાસેથી હથીયારો મળી આવ્યા હતા. જેમાં આજ સવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોને ફરી એકવાર મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારની આ ઘટના છે.

જ્યાં બંને આતંકીઓ પાસેથી એક AK47 રાયફલ અને એક SLR રાયફલ મળી આવી હતી તે સુરક્ષાદળોએ જપ્ત કરી છે. આ ઘટનામાં 2 આતંકીઓની ઓળખ પણ મળી આવી છે. જેમાં એકનુ નામ બુરહાન એહમદ ગાની અને સફદ આમિન ભટ તેમની ઓળખાણ છે. આ ઘટના વહેલી સવારથી ચાલતી હતી તેમાં સુરક્ષાદળો અને આતંકી સામે ભારે મુઠભડ ચાલી રહી હતી. જેમાં 2 આતંકીને માર્યા છે.

સુરક્ષાદળોને આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશનમાં વધુ 2 આતંકીને સેનાએ ઉડાવ્યા
file photo

અહેવાલનીય છે કે, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં સવારે સુરક્ષાદળોને આતંકીઓ છુપાયેલા હોવાની જાણ મળી હતી. તેમાં સેના અને પોલીસના જવાનોએ સવારે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું આ ઓપરેશનમાં આતંકીઓએ સુરક્ષાદળ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ આ ઘટનામાં સુરક્ષાદળોના જવાનોએ આતંકવાદી પર હુમલો કરતા આતંકવાદીઓને મુહતોડ જવાબ આપ્યો હતો જેમા 2 આતંકીવાદીઓને માર્યા હતા.

આ અગાઉ જમ્મુ-કાશ્મીરના બારામુલામાં પણ સુરક્ષાદળોએ મુઠભેડમાં એક આતંકીને ઠાર કર્યો હતો. આતંકીની સાથે આ મુઠભેડ ઉત્તરી કાશ્મીરના બારામુલા જિલ્લાના વાટરગામ શહેરમાં થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ માર્યા ગયેલા આતંકી પાસેથી ઘણા હથિયારો જપ્ત કર્યા હતા.