ઉ.ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, માઉન્ટ આબુંમાં બરફની ચાદર છવાઈ
અટલ સમાચાર, મહેસાણા છેલ્લા ચાર દિવસથી ઠંડા પવનો અને કડકડતી ઠંડીથી ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. બનાસકાઠાં અને હીલપ સ્ટેસન માઉન્ટ આબુંમાં તાપમાનનો પારો ગગડતા લાકોએ દિવસે પણ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે. આબુંમાં સોમવારે તાપમાન ગગડી 0.5 ડીગ્રીએ પહોચ્યું હતું. જેને પગલે નખી તળાવના બગીચામાં બરફની ચાદર જોવા મળી હતી.
Jan 29, 2019, 12:07 IST

અટલ સમાચાર, મહેસાણા
છેલ્લા ચાર દિવસથી ઠંડા પવનો અને કડકડતી ઠંડીથી ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. બનાસકાઠાં અને હીલપ સ્ટેસન માઉન્ટ આબુંમાં તાપમાનનો પારો ગગડતા લાકોએ દિવસે પણ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે. આબુંમાં સોમવારે તાપમાન ગગડી 0.5 ડીગ્રીએ પહોચ્યું હતું. જેને પગલે નખી તળાવના બગીચામાં બરફની ચાદર જોવા મળી હતી.
ઉત્તર-પૂર્વિય હીમ જેવા પવનના કારણે ઉત્તર ગુજરાતમાં સતત પાંચમા દિવસે રાત્રિનું તાપમાન ઘટતાં 7.0 ડિગ્રી સાથે ડીસા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે મહેસાણામાં 8.6, પાટણમાં 8.5, ઇડરમાં 8.2 અને મોડાસામાં 8.5 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.રાત્રીના તાપમાનમાં આંશિક ઉતાર-ચડાવ વચ્ચે 31 તારીખ સુધી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો કહેર યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.