વડોદરાના પાટીદાર દંપતીનું UAEમાં કાર અકસ્માતમાં મોત

અટલ સમાચાર ડેસ્ક યુએઇના શારજહામાં એક કાર અકસ્માતમાં વડોદરાના પાટીદાર દંપતીનું મોત નીપજતા ચકચાર મચી છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. અમેરિકામાં રહેતા પરિવાજન યૂનાઈટેડ અરબ અમીરાત ફરવા ગયા હતા અને બુધવારે પરત ફરી રહ્યા હતા તે પહેલા જ અકસ્માતનો ભોગ બન્યા હતા. હલોલના વતની વિનોદભાઇ પટેલનો પરિવાર 1999માં વડોદરા સ્થાઇ થયો હતો અને મુંડમહુડા
 
વડોદરાના પાટીદાર દંપતીનું UAEમાં કાર અકસ્માતમાં મોત

અટલ સમાચાર ડેસ્ક

યુએઇના શારજહામાં એક કાર અકસ્માતમાં વડોદરાના પાટીદાર દંપતીનું મોત નીપજતા ચકચાર મચી છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. અમેરિકામાં રહેતા પરિવાજન યૂનાઈટેડ અરબ અમીરાત ફરવા ગયા હતા અને બુધવારે પરત ફરી રહ્યા હતા તે પહેલા જ અકસ્માતનો ભોગ બન્યા હતા.

હલોલના વતની વિનોદભાઇ પટેલનો પરિવાર 1999માં વડોદરા સ્થાઇ થયો હતો અને મુંડમહુડા વિસ્તારમાં વસવાટ કરતા હતા. જ્યારે વિનોદ પટેલ અને રોહિણી પટેલનો 21 વર્ષનો પુત્ર બિરુદ લંડનમાં અભ્યાસ કરે છે. વિનોદ અને રોહિણીના પરિવારના સભ્યો લાંબા સમય બાદ અમેરિકાથી આવ્યાં હતાં. વિનોદ પટેલ, રોહિણી પટેલ સહિત પરિવારના સભ્યો ગત 8મી 13મી ફેબ્રુઆરી માટે યુએઇની ટુર પર ગયાં હતા. ત્યારે અલમદાથી શારજહાંના રોડ ઉપર નાઝવી વિસ્તારમાં બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં વિનોદ પટેલની કાર પલટી જતાં તેમની પત્ની સહિત અન્ય સભ્યોને ઇજાઓ થઇ હતી. ગંભીર ઇજાને પગલે વિનોદ અને રોહિણીનું મોત થયું હતું.