આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વાવ, મહેસાણા

વાવ તાલુકાના અસારા ગામે નાણાં પંચની ગ્રાન્ટ બારોબાર ઉઠાવી લેનાર તલાટી સહિતના ઈસમો સામે આવ્યા છે. સરેરાશ 25 લાખની રકમ તલાટી ચિરાગ પટેલે ચાર વ્યક્તિઓ સાથે મળી ઉચાપત કરી હોવાના અહેવાલ બાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. સમગ્ર મામલે મહિલા સરપંચનો આબાદ બચાવ થયો છે.વાવ તાલુકાના અસારા ગ્રામ પંચાયતને રાજ્ય સરકારે તબક્કાવાર 24 લાખ 28 હજારની ગ્રાન્ટ 14મા નાણાં પંચ હેઠળ આપી હતી. જેનાથી ગામમાં રસ્તા, દિવાલ અને પાણી પુરવઠા સહિતના વિકાસલક્ષી કામો કરવાનાં હતાં. સરપંચ અને તલાટીના સંયુક્ત બેંક ખાતામાં જમા થયેલી રકમ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવી હતી.

જેની જાણ તાલુકા પંચાયતને થતાં તપાસ કરવામાં આવી હતી. તપાસ અહેવાલને પગલે ડીડીઓએ આદેશ કર્યો હતો. જેમાં તલાટી ચિરાગ પટેલ, રામસંગ મહાદેવભાઈ રાજપૂત, રમેશ પીરાભાઈ વણોલ, વર્ધા આંબાભાઇ પરમાર અને શંકર હિરાભાઇ પ્રજાપતિ સહિતના પાંચ ઇસમો વિરુદ્ધ વાવ પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ દાખલ કરાવી છે.

મહિલા સરપંચ બચી ગયા

ચેક દ્વારા સરેરાશ 25 લાખ ઉપાડ્યા છે ત્યારે તલાટી અને સરપંચની સહી વગર કંઇ જ ન થાય. રકમ ઉપાડતા પહેલા તલાટીએ મહિલા સરપંચને ભોળવી  સહી કરાવી લીધી હશે તેવું અનુમાન છે. આ સાથે તાલુકા પંચાયતના રિપોર્ટમાં પણ સરપંચ કસૂરવાર હોવાનું સ્પષ્ટ થતું ન હોઈ ડીડીઓ દ્વારા આદેશ નથી. આવી સ્થિતિમાં અસારાના મહિલા સરપંચનો આબાદ બચાવ થયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code