UGVCL: મહિલા કર્મચારીની રજૂઆત બાદ ઇજનેરને શો-કોઝ નોટિસ

અટલ સમાચાર, ગિરીશ જોશી ઉત્તર ગુજરાત વીજ કંપનીના એક્ઝીકયુટીવ ઇજનેર વિરુદ્ધ મહિલા કર્મચારીએ આપેલી રજૂઆતની અસર આવી છે. તપાસ રીપોર્ટને પગલે વીજ કંપની દ્વારા ઇજનેરને શોકોઝ નોટિસ ફટકારી બદલી કરી દેવામાં આવી છે. આસાથે વધુ કાર્યવાહીની લટકતી તલવારને પગલે વીજ આલમમાં ખળભળાટ મચી ગયો છે. UGVCLના રાધનપુર ડિવિઝનના એક્ઝિક્યુટીવ એન્જિનિયર પી. ટી પટેલે કચેરીની મહિલા
 
UGVCL: મહિલા કર્મચારીની રજૂઆત બાદ ઇજનેરને શો-કોઝ નોટિસ

અટલ સમાચાર, ગિરીશ જોશી

ઉત્તર ગુજરાત વીજ કંપનીના એક્ઝીકયુટીવ ઇજનેર વિરુદ્ધ મહિલા કર્મચારીએ આપેલી રજૂઆતની અસર આવી છે. તપાસ રીપોર્ટને પગલે વીજ કંપની દ્વારા ઇજનેરને શોકોઝ નોટિસ ફટકારી બદલી કરી દેવામાં આવી છે.  આસાથે વધુ કાર્યવાહીની લટકતી તલવારને પગલે વીજ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

UGVCLના રાધનપુર ડિવિઝનના એક્ઝિક્યુટીવ એન્જિનિયર પી. ટી પટેલે કચેરીની મહિલા કર્મચારીને પ્રેમજાળમાં ફસાવવાના પ્રયત્નો કર્યા હતા. શરૂઆતમાં સામાન્ય હરકતોને મહિલા કર્મચારીએ છેવટે પારખી લેતા લાલ આંખ કરી હતી. આ દરમિયાન ગત વેલેન્ટાઈન દિવસે મેસેજ કરતા મહિલા કર્મચારીએ વીજકંપનીને રજૂઆત કરી હતી.

વીજ કંપનીના તપાસ રિપોર્ટમાં ઇજનેર પી.ટી પટેલ કસુરવાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે તાત્કાલિક અસરથી રાધનપુર ડીવીઞનથી પાલનપુર સર્કલ ખાતે બદલી કરી દેવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું હતું કે તપાસ રિપોર્ટના અંતે શરૂ થયેલી ગતિવિધિમાં આગામી દિવસોએ વધુ કાર્યવાહી થઈ શકવાની સંભાવના જોતા વીજકંપની આલમના કર્મચારી-અધિકારીઓમાં ચકચાર મચી ગઈ છે.