ચકચાર@ઊંઝા: લોકડાઉન હોઇ વતનમાં જતાં પરિવારને નડ્યો અકસ્માત, માતાનું મોત, પુત્ર ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા કોરોનાને લઇ લોકડાઉનને સુરતથી પોતાના વતન રાજસ્થાન જતાં પરિવારને ઊંઝા તાલુકાના ગામે અકસ્માત નડ્યો છે. જેમાં બાઇક પર જતાં માતા-પુત્રમાંથી માતાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. આ સાથ પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. સમગ્ર મામલ ઉનાવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ
 
ચકચાર@ઊંઝા: લોકડાઉન હોઇ વતનમાં જતાં પરિવારને નડ્યો અકસ્માત, માતાનું મોત, પુત્ર ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

કોરોનાને લઇ લોકડાઉનને સુરતથી પોતાના વતન રાજસ્થાન જતાં પરિવારને ઊંઝા તાલુકાના ગામે અકસ્માત નડ્યો છે. જેમાં બાઇક પર જતાં માતા-પુત્રમાંથી માતાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. આ સાથ પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. સમગ્ર મામલ ઉનાવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા પાસે ગઇકાલે અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો મૂળ રાજસ્થાનનો પરિવાર કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે વતનમાં જવા નિકળ્યો હતો. જેમાં ગણેશભાઇ પ્રજાપતિ, તેમની દીકરી વર્ષા અને સંબંધીઓ કારમાં અને બાઇકમાં તેમના પુત્ર ધવલ અને ફરીયાદીની પત્નિ મનુબેન બેસીને વતન જવા નિકળ્યા હતા. આ દરમ્યાન ઉનાવા સાહીલ હોટલ પાસે ધવલે બાઇક પર કાબૂ ગુમાવતાં સ્લિપ થઇ જતાં મનુબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતુ.

ચકચાર@ઊંઝા: લોકડાઉન હોઇ વતનમાં જતાં પરિવારને નડ્યો અકસ્માત, માતાનું મોત, પુત્ર ઘાયલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે સુરતથી રાજસ્થાન જઇ રહેલાં પરિવારને અકસ્માત નડતાં મહિલાનું મોત થયુ છે. આ દરમ્યાન સાહીલને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ પ્રથમ ઊંઝા સિવીલમાં લઇ ગયા હતા. જે બાદમાં વધુ સારવાર અર્થે મહેસાણાની વાયબ્રન્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ઉનાવા પોલીસે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.