બેફામ@પાટણ: યુવાન સ્ત્રી-પુરૂષમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 16 કેસ આવ્યા

અટલ સમાચાર, પાટણ પાટણમાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 16 કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આજે પાટણ શહેરમાં 12, ધારપુરમાં 1 અને સિધ્ધપુરમાં 2 અને રાધનપુરમાં 1 મળી કુલ 15 કેસ નોંધાયા છે. જેમાં 7 સ્ત્રી અને 9 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે નોંધાયેલા તમામ કેસોમાં મોટાભાગે
 
બેફામ@પાટણ: યુવાન સ્ત્રી-પુરૂષમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 16 કેસ આવ્યા

અટલ સમાચાર, પાટણ

પાટણમાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે ‌16 કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આજે પાટણ શહેરમાં 12, ધારપુરમાં 1 અને સિધ્ધપુરમાં 2 અને રાધનપુરમાં 1 મળી કુલ 15 કેસ નોંધાયા છે. જેમાં 7 સ્ત્રી અને 9 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે નોંધાયેલા તમામ કેસોમાં મોટાભાગે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો અને ખાંસીના લક્ષણો જોવા મળ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બેફામ@પાટણ: યુવાન સ્ત્રી-પુરૂષમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 16 કેસ આવ્યા

પાટણ જીલ્લામાં આજે એકસાથે કોરોનાના નવા 16 કેસ સામે આવ્યા છે. જેમાં આજે સવારે 2 પોઝિટીવ આવ્યા બાદ વધુ 14 પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. પાટણ શહેરમાં આજે સ્ટેશન રોડ પર આવેલા રળીયા નગરમાં 63 વર્ષિય પુરૂષ, રાજકાવાડા રોડ પરની કંદોઇની શેરીમાં રહેતાં 62 વર્ષિય પુરૂષ, વિઠ્ઠલવિલા સોસાયટીમાં 54 વર્ષીય સ્ત્રી, હાંસાપુર રોડના મલ્હાર બંગ્લોઝમાં 30 વર્ષીય સ્ત્રી, ટીબી ત્રણ રસ્તા પાસેની રાજનગર સોસાયટીમાં 35 વર્ષીય પુરૂષ, કાલી બજારમાં 60 વર્ષીય સ્ત્રી, ગાયત્રી મંદીર પાસેની અયોધ્યાનગર સોસાયટીમાં 70 વર્ષીય પુરૂષ, મદારસા રોડ પર 50 વર્ષીય પુરૂષ, બાબુના બંગલા પાસે રંગરેજની ખડકીમાં 44 વર્ષના પુરૂષ, રાણકીવાવ રોડ પરની દ્રારીકાનગરીમાં 53 વર્ષીય સ્ત્રી, અંબાજી નેળીયાંમાં 75 વર્ષીય સ્ત્રી અને પલ્લવી પાર્ક સોસાયટીમાં 35 વર્ષીય સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

બેફામ@પાટણ: યુવાન સ્ત્રી-પુરૂષમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 16 કેસ આવ્યા

આ સાથે પાટણ તાલુકાના ધારપુર ગામે 30 વર્ષીય સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો સિધ્ધપુર શહેરના નર્સિંગ કોલેજ રોડ પર આવેલી શક્તિનગર સોસાયટીમાં 33 વર્ષીય પુરૂષ અને રાજપુર ખાતેની ઝુલેલાલ સોસાયટીમાં 62 વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ રાધનપુરના બસ સ્ટેશન પાસેની લાલબાગ સોસાયટીમાં 15 વર્ષિય સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

બેફામ@પાટણ: યુવાન સ્ત્રી-પુરૂષમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 16 કેસ આવ્યા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે કોરોના વાયરસના એકસાથે 16 કેસ સામે આવતાં સ્થાનિક સંક્રમણ બેફામ બન્યુ છે. અનલોક-1માં અપાયેલી છૂટના કારણે વાહનવ્યવહાર સહિત આવન-જાવન વધી જતાં વારંવાર નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે સવારે પહેલા 2 કેસ આવ્યા બાદ બપોરના સમયે બીજા 14 કેસ આવતાં તંત્રમાં દોડધામ મચી છે. પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના 195 કેસ નોંધાઇ ચુક્યા છે.