બેકાબૂ@પાટણ: રોજ કોરોના, 20 વર્ષની યુવતી સાથે 4 કેસ વધ્યા, નવા તાલુકામાં એન્ટ્રી

અટલ સમાચાર, પાટણ (દિવ્યાંગ જોશી) પાટણ જિલ્લામાં કોરોના કેસ રોજીંદા થતાં હોય તેમ વધારો થઇ રહ્યો છે. આજે ફરી 4 નવા કેસ વધી જતાં ફફડાટ વ્યાપી ગયો છે. 20 વર્ષની યુવતી સાથે નવા તાલુકામાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. આવી સ્થિતિમાં પાટણ શહેરી અને ગ્રામ્ય આરોગ્ય માટે ચિંતાજનક સ્થિતિ બની છે. અત્યાર સુધી કુલ 51
 
બેકાબૂ@પાટણ: રોજ કોરોના, 20 વર્ષની યુવતી સાથે 4 કેસ વધ્યા, નવા તાલુકામાં એન્ટ્રી

અટલ સમાચાર, પાટણ (દિવ્યાંગ જોશી)

પાટણ જિલ્લામાં કોરોના કેસ રોજીંદા થતાં હોય તેમ વધારો થઇ રહ્યો છે. આજે ફરી 4 નવા કેસ વધી જતાં ફફડાટ વ્યાપી ગયો છે. 20 વર્ષની યુવતી સાથે નવા તાલુકામાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. આવી સ્થિતિમાં પાટણ શહેરી અને ગ્રામ્ય આરોગ્ય માટે ચિંતાજનક સ્થિતિ બની છે. અત્યાર સુધી કુલ 51 કેસ થયા બાદ સ્થિતિ બેકાબૂ થતાં રોકવી અત્યંત જરૂરી બની છે.

પાટણ જિલ્લામાં કોરોના વાયરસ ઘૂસતો જઈને કેસની સંખ્યા વધારી રહ્યો છે. પાટણ શહેરમાં 20 વર્ષની અલ્પીનાબાનુ મોહંમદવસીમ શેખ ચેપગ્રસ્ત બની છે. આથી બુકડી વિસ્તાર કડક લોકડાઉન હેઠળ આવ્યો છે. આ તરફ ચાણસ્મા શહેરનો 25 વર્ષનો યુવાન જગદીશ સુથાર, રૂણી ગામનાં 42 વર્ષના સુરેશ પટેલ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. જોકે સૌથી મોટી ચિંતાજનક સ્થિતિ હવે બનતી જાય છે. કોરોના અસરગ્રસ્તથી બાકાત તાલુકા પણ કેસ આપી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શંખેશ્વર તાલુકાના રણોદ ગામનાં 48 વર્ષીય બાબુભાઇ ગલાભાઇ વાણીયાને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. રાધનપુર પંથકમાં કોરોના વાયરસે પ્રવેશ કર્યા બાદ શંખેશ્વર તાલુકાના ગામે પણ પોઝિટિવ આવ્યો છે. આથી હવે સાંતલપુર તાલુકાને બાદ કરતાં મોટેભાગે તમામ તાલુકાઓમાં કોરોના પોઝીટીવ કેસ બની રહ્યા છે. આવી સ્થિતિમાં પાટણ જિલ્લા આરોગ્ય માટે આગામી લોકડાઉન દરમ્યાન કેસ ઘટાડી અટકાવવા મથામણ વધી છે.