આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની નવમી આવૃતિનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ સમિટ રાજ્યના પાટનગરમાં 18થી 20 જાન્યુઆરી સુધી ચાલવાનું છે. જેમાં અનેક દેશના ઉદ્યોગપતિ અને નેતાઓ હાજર રહેવાના છે.

વાઈબ્રન્ટ ગુજરાતના નામે સરકાર કરોડો રુપિયા ખર્ચે છે. આવા સમિટોમાં દર વખતે કરોડો રુપિયાના રોકાણ અને દેશના લાખો યુવાનોને રોજગારીના દાવા કરવામાં આવે છે. જો કે એક RTI થકી સાબિત થાય છે કે, સરકારના આ તમામ દાવા પોકળ છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક નબળા સવર્ણોને સરકારી નોકરી અને શિક્ષામાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે સવર્ણોને 10 ટકા અનામત આપવા જઈ રહ્યું છે. સરકારનો ઉદ્દેશ પણ છે કે, આ અનામતથી આર્થિક પછાત સવર્ણોને ફાયદો થશે. આ માટે રાજ્ય સરકારે હાલ પુરતી તમામ સરકારી ભરતીઓ પર રોક લગાવી દીધી છે.

આ દરમિયાન વડોદરા આરટીઆઈ વિકાસ મંચના અંબાલાલ પરમારે સૂચનાના અધિકાર અંતર્ગત રાજ્યની રોજગાર કચેરીમાં ડિસેમ્બર 2018 સુધીમાં નોંધાયેલા બેરોજગારીના આંકડાની માહિતી માંગી હતી.

આ આંકડા અંતર્ગત રોજગાર કચેરીમાં ડિસેમ્બર 2018 સુધીમાં 4,25,016 યુવાનો અને 1,60,446 યુવતીઓ બેરોજગાર તરીકે નોંધાયા છે.શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીઓમાં અમદાવાદ કચેરીમાં સૌથી વધુ 33,424 અને ક્ચ્છની ભૂજ કચેરીમાં સૌથી ઓછા 610 બેરોજગારના આંકડા નોંધાયા છે. જો મહિલાઓની વાત કરીએ તો, 11,616 મહિલા બેરોજગાર અમદાવાદ કચેરીમાં નોંધાઈ છે.સરકારના રોજગાર તાલિમ વિભાગના આંકડા જ દર્શાવે છે કે, શિક્ષિત બેરોજગારોને રોજગારી પુરી પાડવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code