કેન્દ્રીય મંત્રીઃ 6 મહિનાથી ચીનમાં ફસાયેલા 23 ભારતીય નાવિકો આવતા અઠવાડિયે પરત ફરશે

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ શનિવારે જાહેરાત કરી છે કે ચીનમાં ફસાયેલા ભારતના 23 નાવિકો 14મી જાન્યુઆરી સુધી સ્વદેશ પરત ફરશે. ચીનમાં ફસાયેલા તમામ નાવિકોના રેસ્ક્યૂ માટે ભારતના જહાજ એમ.વી. જગ આનંદ (M.V. Jag Anand)ને મોકલવામાં આવ્યું છે, હાલ તે રસ્તામાં છે. શિપિંગ મંત્રીએ શનિવારે કરેલા ટ્વીટમાં લખ્યું છે
 
કેન્દ્રીય મંત્રીઃ 6 મહિનાથી ચીનમાં ફસાયેલા 23 ભારતીય નાવિકો આવતા અઠવાડિયે પરત ફરશે

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ શનિવારે જાહેરાત કરી છે કે ચીનમાં ફસાયેલા ભારતના 23 નાવિકો 14મી જાન્યુઆરી સુધી સ્વદેશ પરત ફરશે. ચીનમાં ફસાયેલા તમામ નાવિકોના રેસ્ક્યૂ માટે ભારતના જહાજ એમ.વી. જગ આનંદ (M.V. Jag Anand)ને મોકલવામાં આવ્યું છે, હાલ તે રસ્તામાં છે. શિપિંગ મંત્રીએ શનિવારે કરેલા ટ્વીટમાં લખ્યું છે કે આ શીપ હાલ ચીબા, જાપાન પહોંચી રહ્યું છે. જે બાદમાં તમામ નાવિકોને રેસ્કયૂ કરવામાં આવશે. તમામ નાવિકો 14મી જાન્યુઆરી સુધી ભારતમાં પરત ફરે તેવી આશા વ્યક્ત કરવમાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય મંત્રીએ ટ્વિટર પર લખ્યું છે કે, “ચીનમાં ફસાયેલા આપણા નાવિકો ભારત પરત ફરી રહ્યા છે. 23 ભારતીયો સાથેનું શીપ એમ.વી.જગ આનંદ કે જે ચીનમાં ફસાયું હતું તે જાપાનના ચીબા પહોંચશે. તમામ લોકો 14મી જાન્યુઆરીના રોજ ભારત પહોંચશે. નરેન્દ્ર મોદીની મજબૂત નેતાગીરીને કારણે આવું શક્ય બન્યું છે.”

કેન્દ્રીય મંત્રીએ વધુ એક ટ્વીટ કરીને લખ્યું છે કે, “તમામ નાવિકો 14મી જાન્યુઆરીના રોજ જાપાનના ચીબા પોર્ટ ખાતે પહોંચશે. કોરોનાને કારણે અહીં તમામ વિધિ પૂર્ણ કરવામાં આવશે. જે બાદમાં તેઓ ભારત પરત ફરશે.”

મળતી માહિતી પ્રમાણે 39 નાવિકો સાથેના બે કાર્ગો જહાજ એમ.વી. જગ આનંદ અને એમ.વી. અનાસ્તાસિયાને કોવિડ-19ને કારણે ચીનના પોર્ટ પર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેમાંથી ભારતીય કાર્ગો વેસલ એમ.વી. જગ આનંદને ચીનના હુબાઈ પ્રાંતના જીંગતાંગ પોર્ટ નજીક એન્કર કરવામાં આવ્યું છે. આ જહાજને 13મી જુનથી અહીં જ લાંગરી રાખવામાં આવ્યું છે. મીડિયા અહેવાલ પ્રમાણે છેલ્લા છ મહિનાથી ફસાયેલા બંને જહાજોને માલ ઉતારવાની મંજૂરી મળી નથી.