યુનિવર્સિટી@અમદાવાદ: સ્ટાફ વચ્ચે વિખવાદ, 1 કર્મચારીએ બીજાને ફોનમાં ધમકી આપ્યાની રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફના એક કર્મચારીને અન્ય કર્મચારીએ જ્ઞાતિ વિષયક શબ્દો બોલ્યાં હોય તેવી ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેને લઇ ગુજરાત યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશને આજે કુલસચિવને આવેદનપત્ર આપી કર્મચારી સામે પગલાં ભરવાની માંગ કરી છે. નોંધનિય છે કે, વાયરલ ક્લિપમાં એક કર્મચારી બીજા કર્મચારીએ મારવાની, માર ખવડાવવાની અને કોઇ
 
યુનિવર્સિટી@અમદાવાદ: સ્ટાફ વચ્ચે વિખવાદ, 1 કર્મચારીએ બીજાને ફોનમાં ધમકી આપ્યાની રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફના એક કર્મચારીને અન્ય કર્મચારીએ જ્ઞાતિ વિષયક શબ્દો બોલ્યાં હોય તેવી ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેને લઇ ગુજરાત યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશને આજે કુલસચિવને આવેદનપત્ર આપી કર્મચારી સામે પગલાં ભરવાની માંગ કરી છે. નોંધનિય છે કે, વાયરલ ક્લિપમાં એક કર્મચારી બીજા કર્મચારીએ મારવાની, માર ખવડાવવાની અને કોઇ મહિલા જોડે ફરિયાદ કરાવી ફસાવી દેવાની ધમકી આપતાં હોવાનું સંભળાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

યુનિવર્સિટી@અમદાવાદ: સ્ટાફ વચ્ચે વિખવાદ, 1 કર્મચારીએ બીજાને ફોનમાં ધમકી આપ્યાની રજૂઆત

રાજ્યની ગુજરાત યુનિવર્સિટીના બે કર્મચારીઓ વચ્ચેથી કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેને લઇ હવે ગુજરાત યુનિવર્સિટી ટીસર્ચ એસોસિએશને કુલસચિવને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે. જે મુજબ વિજયસિંહ પરમાર નામના કર્મચારીએ રાજેશ પટેલને ફોન કરી જ્ઞાતિ વિષયક ન શોભે તેવા શબ્દો બોલ્યાં હોવાનું જણાવ્યું છે. જેથી આ કર્મચારી અન્ય જ્ઞાતિઓ માટે પણ આવા શબ્દોનો પ્રયોગ કરતાં હશે કે કેમ ? તે અંગે તપાસ કરવા રજૂઆત કરી છે. આ સાથે કર્મચારીને માર મારવાની અને માર ખવડાવવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

યુનિવર્સિટી@અમદાવાદ: સ્ટાફ વચ્ચે વિખવાદ, 1 કર્મચારીએ બીજાને ફોનમાં ધમકી આપ્યાની રજૂઆત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીને ફોનમાં અપમાનિત કરતી ઓડિયો ક્લિપ હાલ તો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહી છે. ઓડિયો ક્લિપમાં કર્મચારી અન્ય કર્મચારીએ મહિલાના નામે ખોટી ફરીયાદ કરાવવાની ધમકી આપતાં હોઇ તે બાબતે પણ તપાસ કરવા રજૂઆત થઇ છે. આ સાથે આ કિસ્સામાં યુનિવર્સિટી આ કર્મચારી સામે પોલીસ ફરીયાદ કરે અને તેને હાલ કામગીરીમાંથી મુક્ત કરી નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ કરી છે. આ તરફ જો યુનિવર્સિટી 48 કલાકમાં વિજયસિંહ પરમાર સામે પગલાં નહીં લે તો ગાંધી ચિંધ્યાં માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે.