રાષ્ટ્રભાષા હિન્દી માટે ભવન શરૂ કરવા યુજીસીના આદેશ સામે યુનિવર્સિટી લાચાર

અટલ સમાચાર, મહેસાણા ભારતની રાષ્ટ્રભાષા હિન્દીને અભ્યાસકાળથી શીખવવાના પ્રયાસો ચાલુ છે. જેના ભાગરૂપે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને આદેશ કરેલા છે. જોકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સમગ્ર મામલે લાચાર હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારની મંજૂરી નહીં મળતી હોવાનો બચાવ રજિસ્ટ્રારે કર્યો છે. પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શરૂઆતથી જ હિન્દી ભવન નથી. રાષ્ટ્રભાષાનુ ભવન વિશ્વવિદ્યાલયમાં ન હોવાથી
 
રાષ્ટ્રભાષા હિન્દી માટે ભવન શરૂ કરવા યુજીસીના આદેશ સામે યુનિવર્સિટી લાચાર

અટલ સમાચાર, મહેસાણા

ભારતની રાષ્ટ્રભાષા હિન્દીને અભ્યાસકાળથી શીખવવાના પ્રયાસો ચાલુ છે. જેના ભાગરૂપે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને આદેશ કરેલા છે. જોકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સમગ્ર મામલે લાચાર હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારની મંજૂરી નહીં મળતી હોવાનો બચાવ રજિસ્ટ્રારે કર્યો છે.

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શરૂઆતથી જ હિન્દી ભવન નથી. રાષ્ટ્રભાષાનુ ભવન વિશ્વવિદ્યાલયમાં ન હોવાથી અભ્યાસમાં વિસંગતતા ઊભી થઈ રહ્યાનું ચિત્ર સામે આવ્યું છે. દિલ્હી સ્થિત  યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દેશભરની યુનિવર્સિટીમાં હિન્દી લાગુ કરવા પ્રયાસરત છે.

આ સંદર્ભે હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટીને અવારનવાર પત્ર લખી કહેવામાં આવી રહ્યું છે. જોકે યુનિવર્સિટીને રાજ્ય સરકારની મંજૂરી મળતી નથી તેવી વાત રજિસ્ટ્રારે જણાવી છે. એટલે કે યુજીસીની ઉઘરાણી સામે યુનિવર્સિટી લાચાર બની છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રભાષા હિન્દી અભ્યાસકાળથી શીખવવામાં આવે તો દેશભરના નાગરિકો વચ્ચે વાતચીત એકદમ સરળ બની જાય તેમ છે.