આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના વહીવટી સત્તાધિશો સામે ફરી એકવાર સવાલોની સ્થિતિ ઉભી થઇ છે. BHMSના કેટલાક વિદ્યાર્થીઓનું ચોથા વર્ષનું પરિણામ કોઇ કારણસર છેલ્લા ત્રણ મહિનાથી અટકાવી દેવાયુ છે. આ સાથે ત્રીજા વર્ષના પણ અનેક વિદ્યાર્થીઓની માર્કશીટ જાહેર કરી ન હોવાથી ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. આથી મહેરાજ રાજન નામના વિદ્યાર્થીએ વાઇસ ચાન્સેલરને પત્ર લખી બે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ યુનિવર્સિટી દ્રારા ગત 7 નવેમ્બર 2019ના રોજ BHMSના ચોથા વર્ષના પરિક્ષાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ પછી 18 જાન્યુઆરીએ BHMSના પ્રથમ ત્રણ વર્ષના પરિક્ષાર્થીઓનું પણ પરિણામ જાહેર થયુ હતુ. આ બંને પરિણામોમાં અમુક પરિક્ષાર્થીઓની માર્કશીટ હજુ સુધી વેબસાઇટ ઉપર હોલ્ડમાં મુકવામાં આવી છે. જેની આજદિન સુધી પરીક્ષાર્થીઓને માર્કશીટ અપાઇ નથી અને તેમના પરિણામની કોઇ માહિતી આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં W-103 મુજબ ભારેખમ પરેશાનીનો સામનો કરતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પેરામેડિકલના વિદ્યાર્થીઓ પૈકી કેટલાક પરિક્ષાર્થીઓ છેલ્લા 60 દિવસથી પણ વધુ સમયથી પરિણામની રાહ જોઇ બેઠા છે. જોકે કોઇ પરિણામ સામે નહિ આવતા પેરામેડિકલના વિદ્યાર્થી મહેરાજ રાજને વાઇસ ચાન્સેલરને પત્ર લખી ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. જેમાં મલાઇ ખાવા ટેવાયેલા યુનિવર્સિટીના બેજવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી પરિણામ જાહેર કરવા અને માર્કશીટ આપવા માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, પેરામેડિકલના અંતિમ વર્ષ સિવાય તમામ વિદ્યાર્થીઓ માટે રીચેકિંગ સ્થગિત કરેલુ હોઇ નારાજગી ચરમસીમાએ પહોંચી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code