યુનિવર્સિટી@પાટણ: શંકાસ્પદ માર્ક્સશીટથી મેડિકલના વિદ્યાર્થીઓમાં દોડધામ

અટલ સમાચાર, પાટણ પાટણ યુનિવર્સિટી દ્વારા BHMSના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યા બાદ વિવાદ ઉભો થયો છે. ઠરાવથી અંતિમ સિવાય તમામ વર્ષના પરિણામમાં રિએસેસમેન્ટ બંધ થયેલું છે. જોકે તાજેતરમાં જાહેર થયેલ પરિણામની માર્ક્સશીટમાં તમામ વર્ષના વિદ્યાર્થીઓને રિએસેસમેન્ટ માટે અરજી કરવાની છૂટ આપી છે. જેના પગલે વિદ્યાર્થીઓએ મથામણ કર્યા બાદ માર્ક્સશીટમાં ભૂલથી લખાઇ ગયાનો ઘટસ્ફોટ થયો છે.
 
યુનિવર્સિટી@પાટણ: શંકાસ્પદ માર્ક્સશીટથી મેડિકલના વિદ્યાર્થીઓમાં દોડધામ

અટલ સમાચાર, પાટણ

પાટણ યુનિવર્સિટી દ્વારા BHMSના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યા બાદ વિવાદ ઉભો થયો છે. ઠરાવથી અંતિમ સિવાય તમામ વર્ષના પરિણામમાં રિએસેસમેન્ટ બંધ થયેલું છે. જોકે તાજેતરમાં જાહેર થયેલ પરિણામની માર્ક્સશીટમાં તમામ વર્ષના વિદ્યાર્થીઓને રિએસેસમેન્ટ માટે અરજી કરવાની છૂટ આપી છે. જેના પગલે વિદ્યાર્થીઓએ મથામણ કર્યા બાદ માર્ક્સશીટમાં ભૂલથી લખાઇ ગયાનો ઘટસ્ફોટ થયો છે. યુનિવર્સિટીની ભૂલને કારણે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાયા છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના સત્તાધીશો સામે ફરી એકવાર બેદરકારીને લઈ સવાલો ઉભા થયા છે. અગાઉ ઇન્ચાર્જ કુલપતિ અનિલ નાયકના કાર્યકાળમાં BHMSના વિદ્યાર્થીઓના પરિણામ બાબતે વિવાદાસ્પદ નિર્ણય લેવાયો હતો. જેમાં એકથી ત્રણ વર્ષના વિદ્યાર્થીઓને રિએસેસમેન્ટ માટે પ્રતિબંધ મૂક્યો હતો. હવે જ્યારે અત્યારે પરિણામ જાહેર થયા તો માર્ક્સશીટમાં રિએસેસમેન્ટ કરવા વિદ્યાર્થીઓને આગામી 4 ફેબ્રુઆરી સુધી અરજી કરવા જણાવાયું છે. આથી અનેક વિદ્યાર્થીઓએ માર્ક્સશીટ જોઈ રિએસેસમેન્ટની અરજી કરવા દોડધામ કરી હતી. જોકે ભારે મથામણને અંતે ધ્યાને આવ્યું કે, માર્ક્સશીટમાં “એસેસમેન્ટ” લખવાને બદલે રિ-એસેસમેન્ટ લખ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના પરિક્ષા વિભાગ સહિતના સત્તાધીશોએ BHMSની માર્ક્સશીટ તૈયાર કરતી વખતે ભયંકર બેદરકારી દાખવી હોઇ વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાયા છે. સમગ્ર બાબતે યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ટેકનીકલ ખામીને કારણે રિ-એસેસમેન્ટ લખાઇ ગયું હશે. યુનિવર્સિટીનો અગાઉનો ઠરાવ યથાવત હોવાથી વિદ્યાર્થીઓ માત્ર એસેસમેન્ટ માટે અરજી કરી શકે છે. BHMSમાં અંતિમ વર્ષ સિવાય રિએસેસમેન્ટ સ્થગિત કરેલું છે.

 યુનિવર્સિટીની ભૂલથી વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે.

આ તરફ વિદ્યાર્થી મેહેરાજ રાજને જણાવ્યું હતું કે, યુનિવર્સિટી માર્ક્સશીટમાં લીંક દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ કરી રિ-,એસેસમેન્ટની અરજી મંગાવે છે. જ્યારે તપાસ કરીએ તો ખૂબ જ વિલંબ અને દોડધામ બાદ ખબર પડી કે, રિ-એસેસમેન્ટ નથી. યુનિવર્સિટીની ટેકનિકલ કે વહીવટી ભૂલથી છેવટે વિદ્યાર્થીઓ પરેશાન થાય છે.

એસેસમેન્ટ અને રિ-એસેસમેન્ટ વચ્ચે ભેદ સમજો

ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડી.એમ પટેલે જણાવ્યું હતું કે, એસેસમેન્ટ એટલે માર્ક્સશીટમાં બતાવેલ માત્ર ગુણનું ક્રોસચેકીંગ ઉત્તરવહી સાથે થાય છે. એટલે તેમાં ગુણનો સરવાળો ખાસ તપાસવામાં આવે છે. જ્યારે રિ-એસેસમેન્ટ દ્વારા આખી ઉત્તરવહી ફરીથી ચકાસવામાં આવે છે. જેમા દરેક પ્રશ્ન સામે વિદ્યાર્થીએ આપેલ ઉત્તરની ચકાસણી થાય છે.