યુનિવર્સિટીએ બેચરાજીની કોલેજને 10 લાખનો દંડ કર્યોઃ કોલેજે 5 લાખ પરત માંગ્યા

અટલ સમાચાર, મહેસાણા બેચરાજીની બી.એડ્. કોલેજને વિવિધ ક્ષતિઓ મામલે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી કમિટિ દ્વારા નિયત કરતા ડબલ રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાછળથી કોલેજે કેટલીક વિગતો મેળવી પોતાની જોગવાઈથી વધુ દંડ ભરવાનું ધ્યાને આવ્યું હતું. જેથી 50 ટકા દંડની રકમ પરત કરવાની માંગ કરતા કારોબારીએ 25 ટકા પરત આપવા નક્કી કર્યું છે. મહેસાણા જિલ્લાના
 
યુનિવર્સિટીએ બેચરાજીની કોલેજને 10 લાખનો દંડ કર્યોઃ કોલેજે 5 લાખ પરત માંગ્યા

અટલ સમાચાર, મહેસાણા

બેચરાજીની બી.એડ્. કોલેજને વિવિધ ક્ષતિઓ મામલે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી કમિટિ દ્વારા નિયત કરતા ડબલ રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાછળથી કોલેજે કેટલીક વિગતો મેળવી પોતાની જોગવાઈથી વધુ દંડ ભરવાનું ધ્યાને આવ્યું હતું. જેથી 50 ટકા દંડની રકમ પરત કરવાની માંગ કરતા કારોબારીએ 25 ટકા પરત આપવા નક્કી કર્યું છે.યુનિવર્સિટીએ બેચરાજીની કોલેજને 10 લાખનો દંડ કર્યોઃ કોલેજે 5 લાખ પરત માંગ્યા

મહેસાણા જિલ્લાના બેચરાજીની એસ.એમ. દેસાઈ બી.એડ્. કોલેજમાં સ્ટાફ અને પુસ્તકો સહિતની બાબતે ક્ષતિઓ હોવાનું ધ્યાને આવ્યું હતું. અગાઉ કહેલુ છતાં સુધારો નહી કરતા યુનિવર્સિટીની કારોબારી કમિટિએ રુ.5 લાખને બદલે રુ.10 લાખનો દંડ ફટકાર્યો હતો. આ તરફ કોલેજ દ્વારા દંડ ભર્યા બાદ જોગવાઈઓ મામલે તપાસ શરુ કરી હતી. જેમાં બી.એડ્. કોલેજને રુ.5 લાખનો દંડ હોવા સામે ડબલ કેમ ભરાવ્યાના સવાલો ઉભા થયા હતા. જેની રજૂઆત યુનિવર્સિટીને કરતા કારોબારી કમિટિએ રુ.5 લાખ પરત કરવાને બદલે રુ.2.50 લાખ પરત આપવાનું નક્કી કર્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોલેજને ડબલગણો દંડ ફટકાર્યાની જાણ થતા અન્ય કોલેજોમાં પણ જોગવાઈઓ અને નિયમોને મામલે ગતિ આવી ગઈ છે.