આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લાના ઉંઝા ખાતેના એક પેટ્રોલપંપના સંચાલકો દ્વારા એક આધેડનું અપહરણ બાદ તેને પેટ્રોલપંપની એક કેબિનમાં પુરી દીધાની ફરીયાદ થઇ છે. યુવકે સંચાલકો વિરૂધ્ધ ગોંધી રાખ્યાની અને એક લાખ રૂપિયાની માંગણી કર્યાની ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ચકચાર મચી ગઇ છે.

ઊંઝા શહેરના હાઇવે માર્ગ પર આવેલ 99.99 નામના પેટ્રોલપંપમાં કથિત રીતે એક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સિદ્ધપુરના બિપિન મકવાણા નામના 40 વર્ષીય યુવકે 99.99 પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પોતાનું અપહરણ કરી એક નાની કેબીનમાં પુરી દીધાનો આક્ષેપ કર્યો છે. બિપિન મકવાણાએ સમગ્ર મામલે ઉંઝા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ પેટ્રોલપંપના સંચાલકો પટેલ સત્યમ અને સુથાર સાર્થકે સતત ૬ દિવસ બિપિન મકવાણાને ભુખ્યા-તરસ્યા રાખી નાની કેબિનમાં પુરી રાખી ૧ લાખની માંગણી કરી હતી.

બિપિન મકવાણાએ અપહરણકર્તાના ચંગુલમાંથી મૂક્ત થતાંની સાથે ઊંઝા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે બિપિન મકવાણાની ફરિયાદના આધારે પેટ્રોલ પંપના સંચાલક પટેલ સત્યમ અને સાર્થક સુથાર સહિત ચાર ઇસમો વિરુધ્ધ ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code