ઊંઝા: દિવ્ય જ્યોત સંકલ્પયાત્રાની તૈયારીરૂપે વિશાળ બાઈક રેલી યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા ઊંઝા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી 18 થી 22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞ યોજાશે. જેને લઇ ગુરૂવારે રાત્રે ભક્તો દ્રારા 9 નવેમ્બરના રોજ યોજાનાર દિવ્ય જ્યોત સંકલ્પયાત્રા પૂર્વે વિશાળ બાઇક રેલી યોજાઇ હતી. આ રેલીમાં ‘માં અમે તૈયાર છીએ’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. ગુરુવારે રાત્રે વિશાળ બાઇક રેલીમાં
 
ઊંઝા: દિવ્ય જ્યોત સંકલ્પયાત્રાની તૈયારીરૂપે વિશાળ બાઈક રેલી યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી 18 થી 22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞ યોજાશે. જેને લઇ ગુરૂવારે રાત્રે ભક્તો દ્રારા 9 નવેમ્બરના રોજ યોજાનાર દિવ્ય જ્યોત સંકલ્પયાત્રા પૂર્વે વિશાળ બાઇક રેલી યોજાઇ હતી. આ રેલીમાં ‘માં અમે તૈયાર છીએ’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. ગુરુવારે રાત્રે વિશાળ બાઇક રેલીમાં ઉમિયાના મંદિરેથી નીકળી નગરમાં પરિભ્રમણ કર્યું હતું. જેમાં ખુબ મોટી સંખ્યામાં બાઈક ચાલકો જોડાયા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના ઊંઝા ખાતે પાટીદારોની કુળદેવી માં ઉમિયાના વિશ્વપ્રસિધ્ધ ધામે લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. આ પહેલા 9 નવેમ્બરના રોજ દિવ્ય જ્યોત સંકલ્પયાત્રા પણ યોજાવાની છે. જે પુર્વે ગુરૂવારે માં ઉમાના ભક્તો દ્રારા વિશાળ બાઇકરેલી નીકાળવામાં આવી હતી. મહત્વનું છે કે, મોટી સંખ્યામાં માં ઉમાના ભક્તો આ રેલીમાં હર્ષભેર જોડાયા હતા. રેલીમાં ‘માં અમે તૈયાર છીએ’નો નાદ ગુંજી ઉઠ્યો હતો.