ઊંઝા@APMC: રાજસ્થાનમાં લોકસભા ચુંટણીને લઇ માર્કેટયાર્ડ બંધ

અટલ સમાચાર,મહેસાણા લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં રાજસ્થાનમાં પણ મતદાન થઇ રહ્યું છે, ત્યારે તેની અસર મહેસાણાના ઊંઝાના માર્કેટ યાર્ડમાં પણ જોવા મળશે. ઊંઝા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં રાજસ્થાનથી લોકો મજૂરી કામ માટે આવે છે. આ તમામ લોકો પોતાના વતન મતદાન કરવા જઇ શકે તે માટે માર્કેટ યાર્ડ બંધ રાખવામાં
 
ઊંઝા@APMC: રાજસ્થાનમાં લોકસભા ચુંટણીને લઇ માર્કેટયાર્ડ બંધ

અટલ સમાચાર,મહેસાણા

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં રાજસ્થાનમાં પણ મતદાન થઇ રહ્યું છે, ત્યારે તેની અસર મહેસાણાના ઊંઝાના માર્કેટ યાર્ડમાં પણ જોવા મળશે. ઊંઝા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં રાજસ્થાનથી લોકો મજૂરી કામ માટે આવે છે. આ તમામ લોકો પોતાના વતન મતદાન કરવા જઇ શકે તે માટે માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે.

મહત્વનુ છે કે, લોકસભા ચૂંટણી 2019ના ચોથા ચરણ માટે 9 રાજ્યોની 71 લોકસભા સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. તેમાં બિહારની, 5, જમ્મુ-કાશ્મીરની 1, ઝારખંડની 3, મધ્ય પ્રદેશની 6, મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશની 13 અને પશ્ચિમ બંગાળની 8 સીટો સામેલ છે. લોકસભાની 71 સીટો માટે કુલ 943 ઉમેદવારો મેદાનમાં છે. રાજસ્થાનમાં આજે એટલે સોમવારે મતદાન હોવાથી ઊંઝા માર્કેટયાર્ડમાં રાજસ્થાનથી આવતા લોકોને મતદાન કરવા જવા માટે આજે ઊંઝા APMC બંધ રહેશે.