જિલ્લા સંકલન બેઠકમાં ઊંઝા-બેચરાજી ધારાસભ્ય લાલઘૂમઃભષ્ટ્રાચાર-લાલીયાવાડીના આક્ષેપો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા સંકલનની શનિવારે મળેલી બેઠકમાં ભાજપી ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે કોંગી ધારાસભ્યો દોડી આવ્યા હતા. જેમાં ઊંઝા ધારાસભ્યએ વહિવટીતંત્રને આડે હાથ લઈ સ્વરોજગારીના સાધનો મળતિયાઓને અપાયા હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે બેચરાજી ધારાસભ્યએ સર્કીટ હાઉસ બનાવવામાં લાલીયાવાડી થતી હોવાનું કહેતા સભાખંડમાં ગરમાવો આવી ગયો હતો. મહેસાણા વહિવટીતંત્ર દ્વારા અવાર-નવાર ગોઠવાતી સંકલન બેઠકમાં
 
જિલ્લા સંકલન બેઠકમાં ઊંઝા-બેચરાજી ધારાસભ્ય લાલઘૂમઃભષ્ટ્રાચાર-લાલીયાવાડીના આક્ષેપો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા સંકલનની શનિવારે મળેલી બેઠકમાં ભાજપી ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે કોંગી ધારાસભ્યો દોડી આવ્યા હતા. જેમાં ઊંઝા ધારાસભ્યએ વહિવટીતંત્રને આડે હાથ લઈ સ્વરોજગારીના સાધનો મળતિયાઓને અપાયા હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે બેચરાજી ધારાસભ્યએ સર્કીટ હાઉસ બનાવવામાં લાલીયાવાડી થતી હોવાનું કહેતા સભાખંડમાં ગરમાવો આવી ગયો હતો.

મહેસાણા વહિવટીતંત્ર દ્વારા અવાર-નવાર ગોઠવાતી સંકલન બેઠકમાં ફરી એકવાર મોટાભાગના ભાજપી ધારાસભ્યોએ આવવાનું ટાળ્યું હતું. જ્યારે ઊંઝા અને બેચરાજીના ઉત્સાહિત કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બન્ને ધારાસભ્યએ વારંવારના પ્રશ્નનું સમાધાન નહી આવતા નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન ઊંઝાના આશાબેન પટેલે સ્વ-રોજગારીના સાધનો જરુરીયાતમંદ લાભાર્થીઓને આપવાને બદલે મળતીયાઓને આપી ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કર્યો હતો.

આ તરફ બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ બહુચર માતાજીના ધામ બેચરાજીમાં છેલ્લા કેટલાક સમયથી સર્કિટ હાઉસનું કામ શરુ નહી થતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રશ્નના જવાબમાં અધિકારીઓ એકબીજા ઉપર ઢોળી નાટક-લાલીયાવાડી કરતા હોવાનો આક્ષેપ કરતા ઘડીભર કોંગી ખેમામાં વાતાવરણ જોશીલુ બની ગયું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્ને ધારાસભ્યોના કેટલાક પ્રશ્નો છેલ્લી કેટલીક સંકલનમાં વારંવાર રજૂ થઈ રહ્યા હોઈ તબક્કાવાર નારાજગી વધી રહી છે.