આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ભારતના સૌથી મોટા ગંજબજાર ઉંઝાના વર્તમાન ચેરમેન અને પાટીદાર આગેવાન ગૌરાંગ પટેલની IFFCOમાં ડેલીગેટ તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ર૦ થી પણ વધુ ડેલીગેટમાં પૂર્વ ધારાસભ્ય નારણભાઇ પટેલના પુત્રની નિમણુંકને લઇ રાજકીય વાતાવરણ ગરમાયું છે. IFFCOમાં ડીરેકટર બનાવનો માર્ગ સરળ બન્યો હોવાનું માનવામાં આવી રહયુ છે.

લોકસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉંઝાના સહકારી અને રાજકીય આલમમાંથી વધુ એક સમાચાર આવ્યા છે. APMCના ચેરમેન ગૌરાંગ પટેલ IFFCOમાં ડેલીગેટ તરીકે ચુંટાઇ આવતા આગામી દિવસોએ IFFCOના સત્તાધીશોની બોડીમાં ફેરબદલ થાય તો નવાઇ નહી. ઉલ્લેખનિય છે કે, ગૌરાંગ પટેલ ડેલીગેટ તરીકે પસંદ થયા હોવાથી ડીરેકટર તરીકે ઝંપલાવે તો નવાઇ નહી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code