ઊંઝાઃ સાંઈબાબા મંદિરમાં બે ઈસમોએ લૂંટ ચલાવી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના ઊંઝામાં સાંઈબાબા મંદિરમાં લૂંટની કરવામાં આવી છે. આ મંદિરમાં બે અજાણ્યા ઈસમોએ પ્રવેશ કર્યો હતો. જે બાદ ચોકીયાતને જાણ થતાં લૂંટારૂ ચોરોને પડકાર્યા હતા. જોકે, ચોરોએ ચોકીયાત ઠાકોર ભીખાજી ઉજમજીને માર મારી ઓફીસની ચાવીઓ પડાવી લીધી હતી. જે બાદ શાતીર ચોરોએ ઓફીસમાં રહેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર કિ.રૂ.4000 તથા દાનપેટીમાં રહેલ
 
ઊંઝાઃ સાંઈબાબા મંદિરમાં બે ઈસમોએ લૂંટ ચલાવી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના ઊંઝામાં સાંઈબાબા મંદિરમાં લૂંટની કરવામાં આવી છે. આ મંદિરમાં બે અજાણ્યા ઈસમોએ પ્રવેશ કર્યો હતો. જે બાદ ચોકીયાતને જાણ થતાં લૂંટારૂ ચોરોને પડકાર્યા હતા. જોકે, ચોરોએ ચોકીયાત ઠાકોર ભીખાજી ઉજમજીને માર મારી ઓફીસની ચાવીઓ પડાવી લીધી હતી. જે બાદ શાતીર ચોરોએ ઓફીસમાં રહેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર કિ.રૂ.4000 તથા દાનપેટીમાં રહેલ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ અંગે ચોકીયાત ભીખાજી ઠાકોરે ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.