ઊંઝા: ગંજબજારની ચુંટણીમાં ભાજપના બે દિગ્ગજો વચ્ચે જંગ, 44 ઉમેદવારો મેદાનમાં

અટલ સમાચાર, ઊંઝા રાજયની પ્રતિષ્ઠાભરી ઊંઝા ગંજબજારની ચુંટણીમાં ભાજપના જ આગેવાનો વચ્ચે સત્તાની સાંઠમારી હોવાનું સામે આવ્યુ છે. ખેડુત અને વેપારી વિભાગની 12 બેઠકો સામે 44 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જોકે, આવતીકાલે ફોર્મ ચકાસણી હોવાથી કેટલાંક બાકાત પણ થઇ શકે છે. સૌથી મહત્વની વાત છે કે, ઊંઝા વિધાનસભા આશાબેન પટેલે કબજે કરતા ગંજબજારના રાજકારણમાં ઘમાસાણ
 
ઊંઝા: ગંજબજારની ચુંટણીમાં ભાજપના બે દિગ્ગજો વચ્ચે જંગ, 44 ઉમેદવારો મેદાનમાં

અટલ સમાચાર, ઊંઝા

રાજયની પ્રતિષ્ઠાભરી ઊંઝા ગંજબજારની ચુંટણીમાં ભાજપના જ આગેવાનો વચ્ચે સત્તાની સાંઠમારી હોવાનું સામે આવ્યુ છે. ખેડુત અને વેપારી વિભાગની 12 બેઠકો સામે 44 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જોકે, આવતીકાલે ફોર્મ ચકાસણી હોવાથી કેટલાંક બાકાત પણ થઇ શકે છે. સૌથી મહત્વની વાત છે કે, ઊંઝા વિધાનસભા આશાબેન પટેલે કબજે કરતા ગંજબજારના રાજકારણમાં ઘમાસાણ વધી ગયુ છે.

ઊંઝા: ગંજબજારની ચુંટણીમાં ભાજપના બે દિગ્ગજો વચ્ચે જંગ, 44 ઉમેદવારો મેદાનમાં

ઊંઝા વિધાનસભાની ચુંટણીથી પરિણામ સુધીની ગતિવિધિ બાદ ગંજબજારનું રાજકારણ ગરમાયુ છે. લોકસભાની ચુંટણીને કારણે અટકી પડેલી ઊંઝા ગંજબજારની ચુંટણી શરૂ થતા મંગળવારે કુલ 44 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. ખેડુત વિભાગમાં 28 જયારે વેપારી વિભાગમાં 16 ફોર્મ ભરાયા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગંજબજારની ચુંટણીમાં નારાયણભાઇ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ અને ઊંઝાના ભાજપી ધારાસભ્ય આશાબેન પટેલના ગ્રુપ વચ્ચે ભારે રસાકસી ચાલી રહી છે.

બુધવારે ફોર્મ ચકાસણીને અંતે બાકાત થતા ફોર્મ બાદ બંને ગ્રુપ વચ્ચે એકબીજાના ફોર્મ પરત લેવડાવવા રાજકીય ઘમાસાણ વધવાના એંધાણ છે. આવી સ્થિતિમાં ઊંઝા ભાજપનું આંતરિક રાજકારણ નવી દિશામાં જઇ શકે તેવી પ્રબળ સંભાવના છે.