ઊંઝા: સ્થાનિક આગેવાને કરચોરીની રજૂઆત કર્યાની ચર્ચાથી વેપારીઓ સ્તબ્ધ

અટલ સમાચાર,ઊંઝા ઊંઝામાં જીએસટી વિભાગે એકસાથે 37 વેપારીઓને ત્યાં દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. જોકે, સૌથી મહત્વની બાબત સામે આવી છે કે, છેલ્લા કેટલાંક સમયથી બોગસ વહીવટથી સરકારી તિજોરીને ચુનો લગાવતા કથિત વેપારીઓને ત્યાં તપાસ કરવા સ્થાનિક આગેવાને રજૂઆત કરવાનું ચર્ચાઇ રહયુ છે. જેનાથી વેપારી અને ટ્રાન્સપોર્ટ આલમમાં ચકચાર મચી ગઇ છે. ઊંઝામાં જીરૂ
 
ઊંઝા: સ્થાનિક આગેવાને કરચોરીની રજૂઆત કર્યાની ચર્ચાથી વેપારીઓ સ્તબ્ધ

અટલ સમાચાર,ઊંઝા

ઊંઝામાં જીએસટી વિભાગે એકસાથે 37 વેપારીઓને ત્યાં દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. જોકે, સૌથી મહત્વની બાબત સામે આવી છે કે, છેલ્લા કેટલાંક સમયથી બોગસ વહીવટથી સરકારી તિજોરીને ચુનો લગાવતા કથિત વેપારીઓને ત્યાં તપાસ કરવા સ્થાનિક આગેવાને રજૂઆત કરવાનું ચર્ચાઇ રહયુ છે. જેનાથી વેપારી અને ટ્રાન્સપોર્ટ આલમમાં ચકચાર મચી ગઇ છે.

ઊંઝામાં જીરૂ અને ઇસબગુલનો કરોડો-અબજોનો વેપાર થાય છે. જે સંદર્ભે કેટલાક દિવસો અગાઉ ઇ-વે બીલ મામલે પકડાયેલી ટ્રકનો આધાર લઇ સ્ટેટ જીએસટીની 37થી વધુ ટીમોએ દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. મોડીસાંજ સુધી ચાલેલી તપાસમાં બોગસ વેપારીઓની બોગસ કંપનીઓ અને તેના થકી મોટાપાયે કરચોરી કરી નફો રળતા હોવાની વાત સામે આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જે વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તે પૈકીના મોટાભાગના ચોકકસ ગ્રુપના હોવાથી રાજકીય ગરમાવો વધી ગયો છે. સ્ટેટ જીએસટીને સ્થાનિક આગેવાને સમગ્ર મામલે જાણ કરી કરચોરી પકડાવવાનું બીડુ ઉઠાવ્યુ હોવાની ચર્ચા થતાં વેપારીઓ સ્તબ્ધ બની ગયા છે. ઉલ્લેખનિય છે કે, તપાસને પગલે મંગળવારે ઉંઝા અને ઉનાવામાં ખરીદ-વેચાણ મોટાભાગે ઠપ રહયુ હતુ.

આ વેપારીઓને ત્યા તપાસ

એમ.પી.કોમોડીટીઝ
મહારાજ સ્પાઇસીસ
પટેલ ગોવિંદ ઇશ્વરલાલ
યુ.એન.ઇન્ટરનેટ સર્વિસ
શિતલ ટ્રેડર્સ
રાકેશ એન્ટરપાઇઝ
શિવસન ઇન્ટરનેશનલ
વી.મુકેશ એન્ડ કંપની
મેહુલ ટોબેકો (ઉનાવા)
જય હેથ એન્ટરપાઇઝ
વંશ એન્ટરપાઇઝ
આર્યન એન્ટરપાઇઝ
પટેલ કમલ રમણભાઇ
વીર ટ્રેડર્સ (ઉંઝા)
વીર ટ્રેડર્સ (કહોડા)

આ ટ્રાન્સપોર્ટરોને ત્યાં તપાસ

જીયા રોડલાઇન્સ
જય માતાજી રોડલાઇન્સ
સાંઇ રોડલાઇન્સ
સદગુરૂ લોજીસ્ટીક
ન્યુ સિધ્ધિ ટ્રાન્સપોર્ટ
વૈજનાથ ટ્રાન્સપોર્ટ
રાયપુર ટ્રાન્સપોર્ટ
મિલાપ ટ્રાન્સપોર્ટ
અંશ ટ્રાન્સપોર્ટ
યાદવ રોડલાઇન્સ
દિગ્વિજય કેરીયર
મંથન કેરીયર
શકિત ટ્રાન્સપોર્ટ
મણિબા રોડલાઇન્સ
ઓમ ટ્રાન્સપોર્ટ