File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

લોકસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં નારાજગી વધવા લાગી છે. ગુજરાત કોંગ્રેસમાં ભડકાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ઊંઝા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલ રાજીનામું આપી દીધું છે. હાલ ઊંઝામાં APMCની ચૂંટણી છે ત્યારે રાજીનામાને લઇને ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ સાથે આશાબેને મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, હું પહેલાથી સામાજિક સેવા કરૂં છું, તે પછી રાજકારણમાં પણ પ્રજાનાં કામ કરવા જ આવી હતી. મેં કોંગ્રેસમાં અનેક રજૂઆત ,સજેશન કરવા છતાં પણ તેની સામે કોઇ જ એક્શન લેવામાં આવતું નથી. મેં મારા સિનિયર, દિલ્હીનાં નેતાઓને અને મારા સાથેનાં સાથીઓને પણ અનેક રજૂવાત કરી છે. અનેકવાર કહ્યું છે કે અમારા મહેસાણામાં ઘણાં જ ડખા ચાલી રહ્યાં છે. અમારે ચૂંટાયેલી પાંખ અને ધારાસભ્ય વચ્ચે કોઇ જ તાલમેલ નથી. ધારાસભ્યોને ગૂંગળામણ થાય છે. આવી પરિસ્થિતિમાં ઉપરનાં લેવલનું નેતૃત્વ તેમનું સેટિંગ કરવા માટે તેમની જીહજુરી કરવા માટે એવું કરે કે અમારાથી પ્રજાનાં હિતમાં કોઇ જ કામ થતાં નથી. અમે કોઇ જ નિર્ણય લઇ શકતા નથી.

જાણો, આશાબેન પટેલ ની રાજકીય સફર

આશા પટેલને 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ આપી હતી. તેઓ ભાજપના નારાયણભાઇ પટેલને હરાવીને ધારાસભ્ય બન્યાં હતાં. આ એ સમય હતો જ્યારે પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું. પાટીદારોને રીઝવવા આશાબેન પટેલ સક્ષમ રહ્યા હતા. ભાજપનો ગઢ ગણાતી ઊંઝા બેઠક પરથી કોંગ્રેસનો વિજય થતા તેમની વાહવાહી થતી હતી. પરંતુ ત્યારબાદ તેમની સતત અવગણના થતી રહી હતી. ત્યારે અચાનક જ તેમના રાજીનામાથી ઘણી અટકળો સેવાઇ રહી છે. હવે જો આશા પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી જ દીધુ જ છે પણ જો ભાજપમાં જોડાય તો કોંગ્રેસને આવનારી લોકસભા ચૂંટણીમાં મોટું નુકશાન થાય તેવું લાગી રહ્યુ છે.

 

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code