આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

ઊંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી લોકસભા સાથે સાથે વધુ રોમાંચક બનતી જાય છે. ભાજપના આશાબેન સામે કોંગ્રેસના કાન્તીભાઈ પટેલ વચ્ચે પાટીદાર આંદોલનના નેતાએ ઝંપલાવ્યું છે. પાટીદાર નેતા ભવલેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસના પગ તળે રેલો આવ્યો છે. જ્યારે આશાબેનને જીત મેળવવી લોઢાના ચણા ચાવવા જેવી બનતી જાય છે.

ઊંઝા વિધાનસભા પેટાચૂંટણીમાં અનેક દિગ્ગજોને ચિંતા, ઉચાટ અને ગભરાહટનું મોજું આવ્યું છે. આશાબેનને ટીકીટ મળતા નારણ પટેલ જૂથ જ્યારે કોંગ્રેસમાંથી કાંતિ પટેલને ટિકિટ મળતા પાટીદાર આગેવાન ભવલેશ પટેલ નારાજ છે. હવે આ બંનેની નારાજગીથી પાટીદારોના મતોનું ધ્રુવીકરણ મોટી સંખ્યામાં થઇ શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનના નેતા ભવલેશ પટેલે ગત ચૂંટણીમાં આશાબેનને જીતાડવા તનતોડ મહેનત કરી હતી. જોકે આશાબેને ભાજપમાંથી ઉમેદવારી કરતા દોસ્ત હવે દુશ્મન બની ગયા છે. જ્યારે કોંગ્રેસની ટિકીટના પ્રબળ દાવેદાર છતાં ટિકિટ નહી મળતાં ભવલેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેને પગલે કોંગ્રેસના ઉમેદવારને માથાનો ઝાટકો વાગ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code