ઉંઝા: ઉમેદવાર પસંદગીને લઇ પ્રદેશ ભાજપ સાથે તાલમેલમાં વિસ્ફોટ

અટલ સમાચાર,મહેસાણા લોકસભાની ચૂંટણી પહેલાં ઊંઝાના કાર્યકરોનો પ્રદેશ ભાજપ સાથે તાલમેલ તૂટી રહ્યો છે. કોંગ્રેસના આયાતી ઉમેદવારને પેટા ચૂંટણીમાં ટિકિટ મળવાની શક્યતા જોઈ નારાજગીનો વિસ્ફોટ સર્જાયો છે. ઊંઝા વિધાનસભા અને મહેસાણા લોકસભાની ચૂંટણી સાથે આવતાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ઊંઝામાં ભાજપમાં આંતરિક નારાજગી બાદ રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ભાજપના કાર્યકરોએ લવાદ સમિતિ
 
ઉંઝા: ઉમેદવાર પસંદગીને લઇ પ્રદેશ ભાજપ સાથે તાલમેલમાં વિસ્ફોટ

અટલ સમાચાર,મહેસાણા

લોકસભાની ચૂંટણી પહેલાં ઊંઝાના કાર્યકરોનો પ્રદેશ ભાજપ સાથે તાલમેલ તૂટી રહ્યો છે. કોંગ્રેસના આયાતી ઉમેદવારને પેટા ચૂંટણીમાં ટિકિટ મળવાની શક્યતા જોઈ નારાજગીનો વિસ્ફોટ સર્જાયો છે. ઊંઝા વિધાનસભા અને મહેસાણા લોકસભાની ચૂંટણી સાથે આવતાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

ઊંઝામાં ભાજપમાં આંતરિક નારાજગી બાદ રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ભાજપના કાર્યકરોએ લવાદ સમિતિ બનાવી પેટા ચૂંટણીના ઉમેદવાર નક્કી કરવા પોતાની ભૂમિકા જાહેર કરી છે. ધારાસભ્યના ઉમેદવાર માટે જે નામ ચર્ચામાં છે તેને લઈ પ્રદેશ ભાજપને ચિમકી આપી છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક ભાજપ આગેવાનોની લવાદ સમિતિને વિશ્વાસમાં લીધા વિના ઉમેદવાર જાહેર નહિ કરવા હાઇકમાન્ડને જણાવી દીધું છે. આવી સ્થિતિમાં ઊંઝામાં ગંજબજારની ચૂંટણીમાં ઉભી થયેલી નારાજગી તબક્કાવાર વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરી રહી છે.