ઉંઝા: ભાજપમાં આશાબેન પટેલના રાજકીય ભવિષ્યને લઇ મુંઝવણ વધી 

અટલ સમાચાર,ઉંઝા લોકસભા ચુંટણીની સાથે સાથે ઉંઝા વિધાનસભાની પેટાચુંટણી પણ આવતી હોવાથી પુર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમના વિરોધમાં ઉંઝાના ગ્રામિણ વિસ્તારમાં પોસ્ટરો લાગતા ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ છે. ઉંઝાના પુર્વ કોંગ્રેસી ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા ત્યારથી સ્થાનિક આગેવાનો વિવિધ બાબતે રાજકીય વાતાવરણ બનાવી રહયા છે. સોમવારે ઉંઝાના ગ્રામ્ય વિસ્તારમાં
 
ઉંઝા: ભાજપમાં આશાબેન પટેલના રાજકીય ભવિષ્યને લઇ મુંઝવણ વધી 

અટલ સમાચાર,ઉંઝા

લોકસભા ચુંટણીની સાથે સાથે ઉંઝા વિધાનસભાની પેટાચુંટણી પણ આવતી હોવાથી પુર્વ ધારાસભ્ય આશાબેન પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમના વિરોધમાં ઉંઝાના ગ્રામિણ વિસ્તારમાં પોસ્ટરો લાગતા ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ છે.

ઉંઝાના પુર્વ કોંગ્રેસી ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા ત્યારથી સ્થાનિક આગેવાનો વિવિધ બાબતે રાજકીય વાતાવરણ બનાવી રહયા છે. સોમવારે ઉંઝાના ગ્રામ્ય વિસ્તારમાં ” હવામાં ઉડતા આશાબેને પેરાશુટ લઇ ગામમાં ઉતરવું નહી” તેવા લખાણ સાથેના બેનરો લાગી ગયા છે. જેને લઇ ઉંઝા સહિત મહેસાણા જીલ્લામાં ભાજપનું અંદરો-અંદરનું રાજકારણ ગરમાયુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉંઝા વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપના સંભવિત ઉમેદવાર આશાબેન પટેલ હોવાની વાતો બહાર આવતાં નારણ પટેલ જૂથ સહિતના ભાજપી આગેવાનો હરકતમાં આવ્યા છે. જેને લઇ છેલ્લા કેટલાક દિવસોથી નિવેદનો, બેઠકો અને હવે બેનરો લાગી રહયા છે. આ તરફ આશાબેને પટેલે પણ સ્થાનિક ભાજપી આગેવાનો સાથે ઘર્ષણમાં ઉતરવાને બદલે ભાજપ સાથે વાર્તાલાપ કરતા ટુંક સમયમાં ઉંઝા અને મહેસાણા માટે નવીન બાબત સામે આવી શકે છે.