ઊંઝા: આ રહ્યા ગંજબજારના નવીન ડીરેક્ટરો, હવે ચેરમેન માટે લોબિંગ

અટલ સમાચાર, મહેસાણા ઊંઝા ગંજબજારમાં શરૂ થયેલો સત્તાનો ખેલ ગણતરી મુજબ પૂર્ણ થયો છે. બે પેનલ વચ્ચેની લડાઇ કરતા ભાજપે સ્થાનિક ભાજપના આગેવાનોને હરાવ્યા કહેવું વધારે સરળ બન્યું છે. ગૌરાંગ પટેલે ગંજબજારની સત્તા ગુમાવ્યા બાદ નવીન ડીરેક્ટરો વચ્ચે ચેરમેન પસંદ કરવા લોબિંગ શરૂ થયું છે. ઊંઝા ગંજબજારની ચુંટણીમાં બે ગૃપ વચ્ચેની લડાઇ આગામી દિવસોમાં કયા
 
ઊંઝા: આ રહ્યા ગંજબજારના નવીન ડીરેક્ટરો, હવે ચેરમેન માટે લોબિંગ

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા ગંજબજારમાં શરૂ થયેલો સત્તાનો ખેલ ગણતરી મુજબ પૂર્ણ થયો છે. બે પેનલ વચ્ચેની લડાઇ કરતા ભાજપે સ્થાનિક ભાજપના આગેવાનોને હરાવ્યા કહેવું વધારે સરળ બન્યું છે. ગૌરાંગ પટેલે ગંજબજારની સત્તા ગુમાવ્યા બાદ નવીન ડીરેક્ટરો વચ્ચે ચેરમેન પસંદ કરવા લોબિંગ શરૂ થયું છે.

ઊંઝા: આ રહ્યા ગંજબજારના નવીન ડીરેક્ટરો, હવે ચેરમેન માટે લોબિંગ

ઊંઝા ગંજબજારની ચુંટણીમાં બે ગૃપ વચ્ચેની લડાઇ આગામી દિવસોમાં કયા રસ્તે આગળ વધે તે સૌથી વધુ મહત્વનું છે. જોકે આશા પટેલના સમર્થકોનની પેનલે જીત મેળવતાં પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલને મોટો ઝાટકો લાગ્યો છે. નવીન ડીરેક્ટરોમા આશા પટેલના એકદમ નજીકના ચેરમેન બને તેમ છે.

ઊંઝા: આ રહ્યા ગંજબજારના નવીન ડીરેક્ટરો, હવે ચેરમેન માટે લોબિંગ

સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી અગાઉ પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ રચાયેલી રણનીતિ પાર પડી છે. આશા વાયદા, વચનો, શરતો અને ઓફર મુજબ ચેરમેન અને વાઇસ ચેરમેન પસંદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અબજો રૂપિયાના ટર્ન ઓવર ધરાવતા એશિયાના સૌથી મોટા ગંજબજારની સત્તા માટે મોટો ખેલ પાર પાડવામાં આવ્યો હતો.