આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

આગામી ડિસેમ્બર મહિનામાં આખા વિશ્વના કડવા પાટીદારોના આસ્થાના પ્રતીક અને કુળદેવી મા ઉમિયાના આંગણે ઊંઝા ખાતે યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન સહિતના વિવિધ કુંડ માટેના યજમાનોની ભવ્ય ઉછામણી રવિવારના રોજ ઊંઝા ખાતે હજારો પાટીદારોની હાજરીમાં યોજાઇ ગઇ.

swaminarayan

અખંડ સ્વરૂપ જગતજનની મા ઉમિયાના વિશાળ જગ્યામાં આગામી ડિસેમ્બર મહિનામાં ૧૮-૧૨-૧૯થી ૨૨-૧૨-૧૯ સુધી પાંચ દિવસ સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞની મુખ્ય યજમાન સહિતની ૧૪ જેટલી ઉછામણીઓ રવિવારના રોજ ઊંઝા ખાતે હજારો પાટીદારોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિકમાં ઉમિયાના સાંનિધ્યમાં યોજાઇ હતી.

ભવ્યાતિભવ્ય થયેલી આ ઉછામણીમાં માત્ર ૧૫ જ મિનિટમાં મુખ્ય યજમાન માટેની બોલી ચાર કરોડ ૨૫ લાખને પાર બોલાઇ હતી. મોરબીના મૂળ વતની અને હાલ અમદાવાદના ઉદ્યોગપતિએ આ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. મુખ્ય યજમાન અને મુખ્ય ૧૬ પૈકી ૧૪ જેટલી ઉછામણી દરમિયાન ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સુંદર વ્યવસ્થા કરી હતી. જ્યારે અઢી કલાકમાં કુલ ૬.૨૩ કરોડની ઉછામણી બોલાઈ હતી.

આ ઉછામણીમાં લક્ષચંડી મહોત્સવના ચેરમેન બાબુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ મણીભાઇ પટેલ, ઉપપ્રમુખ પ્રહલાદભાઇ પટેલ અને મંત્રી દિલીપભાઇ પટેલ તેમજ સ્થાનિક ધારાસભ્ય આશાબહેન પટેલ, ચેરમેન દિનેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણભાઇ પટેલ સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર બાદ પવિત્ર વાતાવરણ વચ્ચે યજ્ઞાશાળાના વિજય સ્તંભની ઉછામણી શરૂ કરાઇ હતી અને ત્યારબાદ આખા મહાયજ્ઞાના મુખ્ય યજમાન ઉછામણી રસપ્રદ થઇ હતી.

ઓનલાઇન પેમેન્ટ કરી ઘેર બેઠા દાન કરી શકાશે

આ ઉછામણીમાં યજ્ઞમાં ભાગ લેનાર ૧,૧૦૦ પાટલાઓના યજમાન અને સમગ્ર પાટીદાર સમાજ માટે ઘેર ઘેર ૨૦૧ રૂપિયાની હુંડીનું જે દાન સ્વીકારનાર છે તે માટે ઘેર બેઠા માતાજીની વેબસાઇટ મારફતે ઓનલાઇન પેમેન્ટ કરવાનું લોન્ચિંગ કરાયું હતું. જેમાં ૧૧,૦૦૦ રૂ. જેટલી રકમ પણ ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code