આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ગત મંગળવારે તોફાની વાતાવરણમાં મહેસાણા નજીક વાવાઝોડાથી ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં શરૂઆતમાં એક બાદ મોતનો આંકડો વધીને ત્રણ થયો છે. ત્રણ બસ વચ્ચેના અકસ્માતમાં ખાનગી વોલ્વો પલટી મારી ગઈ હતી.

મહેસાણા-પાલનપુર હાઈવે માર્ગથી મંગળવારે અનેક વાહનો અવરજવર કરતા હતા. આ દરમ્યાન બ્રાહ્મણવાડા નજીક ખાનગી વોલ્વોનો ડ્રાઈવર વાવાઝોડા સામે પસાર થતાં અન્ય બસ સાથે અથડાઈ ગયો હતો. ધૂળની ડમરીઓ સાથેના વાવાઝોડામાં વાહન ચાલકોને ઘડીભર કંઈજ દેખાયું ન હતું. જેમા વોલ્વોનો ચાલક ભોગ બનતા ત્રિપલ અકસ્માત સર્જાઈ રહ્યો હતો. શરૂઆતમાં એકના મોત બાદ ત્રણને કાળ ભરખી ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકોનાં નામ

(૧) પ્રજાપતિ ગીતાબેન લાલાભાલ
(૨) પટેલ કેહરાભાઇ
(૩) જયકીશન કુશારામ બીસ્લોઇ

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code