અજાણ્યા ઈસમે ગાયને મારક હથિયારના ઘા ઝીંક્યા, જીવદયા પ્રેમીઓમાં રોષ
અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સેસણ જુના ગામે વિકૃત માનસિકતા ધરાવતા અજાણ્યા કોઈ ઈસમે ચરવા માટે આવેલ અબોલ કેટલીક ગાયો ઉપર મારક હથિયારોના ઘા ઝીકયા હોવાની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લાના જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીવદયા પ્રેમીઓએ તાત્કાલીક ભાભર ગૌ શાળાની એમ્બ્યુલન્સને જાણ
Jan 19, 2019, 15:56 IST

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સેસણ જુના ગામે વિકૃત માનસિકતા ધરાવતા અજાણ્યા કોઈ ઈસમે ચરવા માટે આવેલ અબોલ કેટલીક ગાયો ઉપર મારક હથિયારોના ઘા ઝીકયા હોવાની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લાના જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીવદયા પ્રેમીઓએ તાત્કાલીક ભાભર ગૌ શાળાની એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્ત તમામ ગાયોને સારવાર અર્થ ભાભર ગૌ શાળા ખાતે લઇ જવા માં આવી હતી. જો કે ઘટનાના પગલે દિયોદર પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને હુમલાખોરો ની શોધમાં લાગ્યો હતો.