અયોગ્ય@થરાદ: લોકડાઉનમાં કંટાળ્યા, દુકાનમાંથી તમાકુના થેલા ચોર્યા

અટલ સમાચાર, થરાદ કોરોના વાયરસ ને કારણે લોકડાઉન વચ્ચે થરાદમાં તમાકુ-ગુટકાના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું છે. તંબાકુના બંધાણીઓ લોકડાઉન માં પાન મસાલા બંધ થઈ જતાં બેબાકળા બન્યા હોય તેમ ગુટખાના ગોડાઉન માં ચોરી કરી હતી. ઘટનાને લઇ ગોડાઉન માલિકે થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં તમાકુ-ગુટકાના ગોડાઉનમાં તસ્કરો
 
અયોગ્ય@થરાદ: લોકડાઉનમાં કંટાળ્યા, દુકાનમાંથી તમાકુના થેલા ચોર્યા

અટલ સમાચાર, થરાદ

કોરોના વાયરસ ને કારણે લોકડાઉન વચ્ચે થરાદમાં તમાકુ-ગુટકાના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું છે. તંબાકુના બંધાણીઓ લોકડાઉન માં પાન મસાલા બંધ થઈ જતાં બેબાકળા બન્યા હોય તેમ ગુટખાના ગોડાઉન માં ચોરી કરી હતી. ઘટનાને લઇ ગોડાઉન માલિકે થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં તમાકુ-ગુટકાના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું છે. ગઇકાલે ગુટખાના 14 થેલા તસ્કરો ઉઠાવી ગયા હતા. થરાદમાં આવેલ અંબીકાનગરની શિવશક્તિ સોસાયટીના પાછળના ભાગમાં આવેલ ગુટકાના ગોડાઉનમાં ચોરી થઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે,લોકડાઉન વચ્ચે તમાકુ ગુટકાના બંધ થતાં તસ્કરો ગુટકાનું વેચાણ કરતી દુકાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ઘટનાને લઇ ગોડાઉન માલિકે થરાદ પોલીસને જાણ કરી હતી.