આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

ઊંઝા ગંજબજારની ચૂંટણીમાં એક જ પાર્ટીના સમર્થકો વચ્ચે રાજકીય ઘર્ષણ તેજ બન્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગંજબજારની સત્તા સંભાળતા નારણભાઇ પટેલ અને ગૌરાંગ પટેલ વિરુદ્ધ ભાજપની વિચારધારાવાળા આગેવાનો છે. અબજો રૂપિયાનો કારોબાર ધરાવતા ગંજબજારની સત્તા કબજે કરવા પ્રદેશ કક્ષાએથી મહેનત ચાલુ છે.

ભારતમાં સૌથી મોટા અને સરેરાશ 6,000 કરોડનો ટર્નઓવર ધરાવતા ઊંઝા ગંજબજારની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. મંડળીઓનો વિવાદ રાજ્ય રજીસ્ટ્રાર બાદ હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સહકારી આલમની ચૂંટણીમાં ક્યારેય પાર્ટીઓ હોતી નથી, પરંતુ જે તે પાર્ટી સાથે સંકળાયેલાને બેસાડવા જે-તે પાર્ટીઓ આતુર હોય છે.

ઊંઝા ગંજબજારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઇ પટેલ અને તેમના પુત્ર ગૌરાંગ પટેલનો દબદબો છે. ગત ચૂંટણીમાં પણ હાલના આગેવાનોએ જોર લગાવ્યું હતું પરંતુ જીત ભાજપના ગૌરાંગ પટેલ ની થઈ હતી. જોકે આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

પૂર્વ કોંગ્રેસી આશાબેન પટેલ દ્વારા ભાજપે ઊંઝા ગંજબજાર માટે સાત મંડળીઓની નોંધણી કરાવી મતદારયાદીમાં સમાવેશ કરવા તજવીજ આદરી છે. જેની વિપરીત અસર ગૌરાંગ પટેલ ઉપર થવાની હોવાથી હાઇકોર્ટમાં પડકારી છે. ભાજપના ટોચના હોદ્દેદારો અને ગૌરાંગ પટેલ વચ્ચે ખાટા મીઠા સબંધો ચૂંટણીને કારણે સપાટી ઉપર આવી ગયા છે.

27 કરોડથી વધુની સિલક ધરાવતા ઊંઝા ગંજબજારની સત્તા માટે રાજકીય ખેલ શરૂ થયો છે. સમગ્ર બાબતે ક્યાંથી શું થઇ રહ્યું છે ને કેમ થયું છે તે અંગે ગૌરાંગ પટેલને જાણકારી છે. જોકે એક જ પાર્ટીની વિચારધારાના ગ્રૂપ વચ્ચે લડાઈ હોવાથી કોઈ ખૂલીને બોલવા તૈયાર નથી.

ઘીના ઠામમાં ઘી થઈ જશે: ગૌરાંગ પટેલ

ઊંઝા ગંજબજારની ચૂંટણીમાં ભાજપ સમર્થકો વચ્ચેની લડાઈ અને પ્રદેશની દરમિયાનગીરી અંગે ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી નજીક આવતાં ઘીના ઠામમાં ઘી થઈ જવાની આશા છે.

23 Sep 2020, 6:06 AM (GMT)

COVID-19 Global Stats

31,783,958 Total Cases
975,472 Death Cases
23,400,905 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code